COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંકારા: ભારત વિરુદ્ધ ડગલેને પગલે ષડયંત્ર રચતા પાકિસ્તાનનો સાથ આપવાની આ દેશે ભારે કિંમત ચૂકવવાનો વારો આવી શકે છે. ડિફેન્સ એક્સપર્ટનું માનવું છે કે આવનારા દિવસોમાં તુર્કીની આર્થિક સ્થિતિ તો પ્રભાવિત થશે પરંતુ સાથે સાથે પાકિસ્તાન સાથે તેના સંબંધ ઉપર પણ તેની અસર પડશે. આવું એટલા માટે કારણ કે હાલમાં જ આતંકી ફંડિંગ પર નજર રાખતી સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ માલી અને જોર્ડનની સાથે સાથે તુર્કીને પણ પોતાની ગ્રે લિસ્ટમાં સામેલ કર્યું છે. જ્યારે પાકિસ્તાન તો પહેલેથી જ આ સૂચિમાં છે. 


સંબંધ મજબૂત કરવામાં લાગ્યા બંને દેશો
વિશેષજ્ઞોનું માનવું છે કે FATF ના આ પગલાથી ભારત વિરુદ્ધ જૂથબંધીમાં પાકિસ્તાનની પડખે રહેનારા તુર્કીની આર્થિક સ્થિતિ પર અસર થશે. એટલું જ નહીં બંને દેશોના સંબંધો ઉપર પણ તેની પ્રતિકૂળ અસર પડશે. પોલીસી રિસર્ચ ગ્રુપ (Policy Research Group)માં પ્રકાશિત એક લેખમાં લંડન સ્થિત વ્યાપાર સલાહકાર જેમ્સ ક્રિક્ટન(James Crickton) નું કહેવું છે કે આવામાં જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઈપ એર્દોગન(Recep Tayyip Erdogan) અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં લાગ્યા ત્યાં FATF ના આ પગલાથી બંને દેશોના સંબંધો પર નકારાત્મક અસર પડશે. 


Fungus: કોરોના બાદ નવી ફંગસનો હાહાકાર, કોઈ દવાની અસર ન થતા ડોક્ટર્સ પણ સ્તબ્ધ, આટલાના મોત


PAK ની મદદ નહી કરે તુર્કી
ક્રિક્ટન લખે છે કે FATF ના નિર્ણય બાદ હાલાત બદલાયા છે. આવનારા સમયમાં તુર્કી પહેલાની જેમ પાકિસ્તાનને મદદ કરવાનું નથી. જેમ્સ ક્રિક્ટનનું માનવું છે કે સમય સાથે તુર્કી માટે હાલાત વધુ ખરાબ બનશે. અત્રે જણાવવાનું કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને તુર્કીનો ભરપૂર સાથ મળતો રહ્યો છે. FATF ના નિર્ણય બાદ પાકિસ્તાનની સ્થિતિ તો અનિશ્ચિત બની જ છે પરંતુ આવનારા સમયમાં તુર્કી માટે પણ હાલાત ખરાબ બની શકે છે. 


આ અબજપતિના 5000 મહિલાઓ સાથે હતા શારીરિક સંબંધ, હવસ સંતોષવા બનાવ્યો હતો 'બૂમ-બૂમ રૂમ'


Erdogan સામે હવે આ છે પડકાર
ગ્રે લિસ્ટમાં રખાયાના કારણે તુર્કી અને પાકિસ્તાન બંનેને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ, વિશ્વ બેંક અને યુરોપીય સંઘ તરફથી આર્થિક મદદ મળવામાં મુશ્કેલી પડશે. એટલું જ નહીં FATF  તરફથી નિર્ધારિત લક્ષ્યોને પૂરા નહીં કરવાની સ્થિતિમાં તેમના પર બ્લેક લિસ્ટેડ થવાનું જોખમ પણ વધી ગયું છે. નોંધનીય છે કે FATF ની આગામી બેઠક માર્ચ-એપ્રિલમાં થવાની છે. આવામાં તુર્કીના રાષ્ટ્રપતિ સામે હવે FATF ની ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવું એ સૌથી મોટો પડકાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube