કાબુલમાં અમેરિકી સેનાનો રોકેટ હુમલો, ISIS આતંકીઓને બનાવ્યા નિશાન
Kabul Blast: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ દેશની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આજે ફરી કાબુલ એરપોર્ટ પર મોટો ધમાકો થયો છે.
કાબુલઃ અમેરિકાએ કાબુલમાં શંકાસ્પદ ISIS-K આતંકવાદીઓને નિશાને બનાવતા એરસ્ટ્રાઇક (Kabul Airstrike) ને અંજામ આપ્યો છે. આ હુમલાને પહેલા આતંકી હુમલો સમજવામાં આવી રહ્યો હતો પરંતુ રશિયન મીડિયાના હવાલાથી દાવો કરવામાં આવી રહ્યો છે કે કાબુલ એરપોર્ટના ઉત્તર-પશ્ચિમમાં આજે અમેરિકાએ રોકેટ હુમલો કર્યો છે. આ એર સ્ટ્રાઇકમાં બે લોકોના મોતના સમાચાર છે.
સ્યુસાઇડ કાર બોમ્બરને નિશાન બનાવ્યો
આ મિલિટ્રી સ્ટ્રાઇકને લઈને અમેરિકી અધિકારીઓએ કહ્યુ કે, એક સ્યુસાઇડ કાર બોમ્બરને નિશાન બનાવવા માટે રોકેટથી નિશાન સાધવામાં આવ્યું હતું. આ પહેલા તાલિબાને પણ તે કહ્યું કે, એક મોટા આત્મઘાતી હુમલાને રોકવા માટે અમેરિકા તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
પહેલા આતંકી હુમલાની વાત સામે આવી
મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન વચ્ચે કાહુલ એરપોર્ટ પાસે રોકેટથી હુમલો થયો હતો. તેને આતંકી હુમલો માનવામાં આવી રહ્યો હતો. આ હુમલાનો એક વીડિયો સામે આવ્યો જેમાં એક ઘરની અંદર ધુમાડો જોવા મળી રહ્યો છે. આ હુમલાને લઈને રશિયન મીડિયાએ દાવો કર્યો કે, અમેરિકાની એરસ્ટ્રાઇક હતી. અમેરિકી અધિકારીઓ અને તાલિબાને તેને મિલિટ્રી ઓપરેશન માન્યું છે.
26 ઓગસ્ટના હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે ખોરાસાને લીધી
26 ઓગસ્ટે કાબુલ બ્લાસ્ટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ ખોરાસાને લીધી હતી. ત્યારબાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસના કેમ્પ પર ડ્રોન હુમલા કર્યા હતા. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યુ હતુ કે અમે હુમલો કરનાર આતંકીઓને છોડવાના નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube