લાહોર: પાકિસ્તાન (Pakistan) માં આતંકી હાફિઝ સઈદના વિસ્તારમાં એક જોરદાર વિસ્ફોટ થયો જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પ્રાથમિક માહિતી મુજબ આ વિસ્ફોટ જૌહર ટાઉન વિસ્તારમાં થયો. જ્યાં જમાત ઉદ દાવાના ચીફ અને મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ રહે છે. મળતી માહિતી મજુબ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘાયલોમાં બાળકો અને મહિલાઓ સામેલ
મળતી માહિતી મુજબ વિસ્ફોટ બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. વિસ્ફોટનું કારણ ટારગેટ બ્લાસ્ટ કે પછી સિલિન્ડર વિસ્ફોટ માનવામાં આવી રહ્યું છે. જો કે હજુ આ વિસ્ફોટનું કારણ જાણવા મળ્યું નથી. 


UNHRC: આતંકવાદથી લઈને ધર્મ પરિવર્તન...ભારતે દરેક મુદ્દે પાકિસ્તાનને બરાબર આડે હાથ લીધુ


ડોનના એક રિપોર્ટ મુજબ લાહોરના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે વિસ્ફોટમાં મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ હાલ અમારું ધ્યાન રાહત અને બચાવ કાર્ય પર છે. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દેવાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube