મોરોગોરો : પૂર્વી આફ્રીકન દેશ તંજાનિયામાં ખુબ જ હૃદય દ્રાવક ઘટના સામે આવી રહી છે. જ્યાં તેલની ટેંકરથી પલટી ગયા બાદ થયેલા બ્લાસ્ટમાં 62 લોકોનાં મોત થઇ ચુક્યા છે, જ્યારે 70 લોકો ગંભીર રીતે દાઝી ચુક્યા છે. ઘટના આર્થિક રાજધાની દાર એ સલામનાં પશ્ચિમમાં રહેલ મેરેગોરો શહેરની પાસે થઇ. ટેંકર પલટી ગયા બાદ  લિક થઇ રહેલ તેલને જમા કરવા માટે લોકો ત્યાં પહોંચ્યા હતા. ત્યાં હાજર લોકોમાંથી કોઇ સિગરેટ પી રહ્યું હતું અને તેલ ઢોળાઇ રહેલા તેલ પર તેનો તણખો પડ્યો ત્યાર બાદ જબરદસ્ત વિસ્ફોટ થયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાક.માં રચાઇ રહ્યું છે સમુદ્રી જેહાદનુ કાવત્રુ, નેવીએ કહ્યું કોઇ પણ છમકલું ભારે પડશે
પોલીસે જણાવ્યું કે, તેલ ટેંકર પલટી ગયા બાદ લોકો ઢોળાયેલું તેલ એકઠુ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. જો કે સિગરેટનાં કારણે તેમાં ભયાનક વિસ્ફોટ થઇ ગયો. ઘટના બાદ ક્ષેત્રીય પોલીસ પ્રમુખ બ્રિલ્બ્રોડ માટાફુંગવાએ પત્રકારોને જણાવ્યું કે, આ એક ભયાનક વિસ્ફોટ હતો, જેમાં અત્યાર સુધી 57 લોકોનાં જીવ જઇ ચુક્યા છે. 


VIDEO: પૂરમાં ફસાઈ ગયા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, બોટથી રેસ્ક્યુ કરાયા 
ઝાડ કપાયું તો આ બાળકી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી, CM બિરેને બનાવી ગ્રીન એમ્બેસેડર
ઘટના નજરે જોનારા લોકોએ જણાવ્યું કે, વિસ્ફોટના કારણે અનેક બાઇક, ટેક્સી અને ઝાડ પણ બળીને ખાખ થઇ ગયા. માટાફુંગાએ જણાવ્યું કે, મૃતકોમાં મોટા ભાગનાં ટેક્સી ચાલક અને સ્થાનિક નિવાસી છે જે ટેંકર પલટ્યા બાદ તેમાંથી ઢોળાઇ રહેલા તેલને લેવા માટે ઘટના સ્થળે ગયા હતા. પોલીસે બાદમાં જણાવ્યું કે, આગ પર કાબુ મેળવી લેવાઇ ચુક્યો છે.