ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે વિસ્ફોટ : 100થી વધુ લોકોના મોત, ઘણા ઘાયલ
Qasem Soleimani Grave: આ ધમાકા બાદ ઈરાની સરકારે એલર્ટના આદેશ આપ્યા છે. ઈરાની ડેપ્યુટી ગવર્નરે આ ધમાકાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ હુમલામાં ઓછામાં ઓછા 100થી વધુ લોકોના મોત થયા છે.
બગદાદઃ ઈરાનમાં જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે બે શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા છે. આ વિસ્ફોટો એટલા જોરદાર હતા કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ઘટનાના વીડિયોમાં મૃતદેહોના ઢગલા દેખાઈ રહ્યા છે. કાસિમ સુલેમાની 2020માં યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા.
ઈરાનનું નિવેદન
આ હુમલા વિશે જાણકારી આપતા ઈરાનના સરકારી પ્રસારક ઇરિબે પહેલા કહ્યું કે કરમાન શહેરમાં સાહેબ અલ-જમાન મસ્જિદની પાસે એક સમારોહ દરમિયાન થયેલા વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયાં પરંતુ થોડા સમયમાં આ આંકડો 100ને પાર પહોંચી ગયો છે. અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. કરમાન પ્રાંતના ઈમરજન્સી સેવા પ્રમુખે કહ્યું કે વિસ્ફોટ બોમ્બ ધમાકાને કારણે થયો છે.
ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યાની ચોથી વરસી પર તેની કબર પાસે થયેલા બે શક્તિશાળી બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 100થી વધુ લોકો માર્યા ગયા છે. આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. કાસિમ સુલેમાની ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના સર્વોચ્ચ કમાન્ડર હતા. ઇરાકની રાજધાની બગદાદમાં 3 જાન્યુઆરી 2020ના રોજ યુએસના ડ્રોન હુમલામાં સુલેમાનીનું મોત થયું હતું. ઈરાનના સરકારી પ્રસારણકર્તા ઈરીબે જણાવ્યું હતું કે દક્ષિણી શહેર કેરમાનમાં સાહેબ અલ-ઝમાન મસ્જિદ પાસે એક જુલુસમાં થયેલા વિસ્ફોટોમાં 60 લોકો ઘાયલ થયા છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube