સાઉદીના જેદ્દાહ બંદર પાસે ઈરાની ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ, આતંકી હુમલાની આશંકા
સાઉદી અરબ(Saudi Arab)ના જેદ્દાહ બંદર (Jeddah Port) પાસે શુક્રવારે એક ઈરાની ઓઈલ ટેન્કરને વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યું.
દુબઈ: સાઉદી અરબ(Saudi Arab)ના જેદ્દાહ બંદર (Jeddah Port) પાસે શુક્રવારે એક ઈરાની ઓઈલ ટેન્કરને વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યું. જાણકારોનું માનીએ તો આ એક 'આતંકવાદી હુમલો' છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અને એએફપીએ જાણકારોના હવાલે જણાવ્યું છે કે આ એક આતંકવાદી હુમલો હોઈ શકે છે. આ વિસ્ફોટથી નેશનલ ઈરાની ઓઈલ કંપનીના સ્વામીત્વવાળા ટેન્કરને ભારે નુકસાન થયું છે ને જેદ્દાહથી લગભગ 60 માઈલના અંતરે લાલ સાગરમાં તેલ લીક થવા લાગ્યું છે.
જુઓ LIVE TV