ઢાકાઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે અમાનવીય વ્યવહાર એકવાર ફરી જોવા મળ્યો છે. અહીં દુર્ગાપૂજા દરમિયાન હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી કે તોફાનો ફાટી નિકળ્યા. આ તોફાનોમાં ત્રણ લોકોના મોત અને અનેક લોકોને ઈજા થવાના સમાચાર છે. હાલ સ્થિતિને કાબુમાં કરવા માટે બાંગ્લાદેશ સરકારે 22 જિલ્લામાં અર્ધસૈનિક દળોની તૈનાતી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશી ન્યૂઝ વેબસાઇટ bdnews24.com ના અહેવાલ પ્રમાણે ઢાકાથી આશરે 100 કિલોમીટર દૂર કમિલા નામની જગ્યા પર ઈશનિંદાના આરોપો બાદ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી. અહેવાલ પ્રમાણે હિંસક ઘર્ષણ જોઈ પોલીસે સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો. ચાંદપુરના હાઝીગંજ, ચત્તોરગ્રામના બાંસખલી અને કોક્સ બજારના પેકુઆમાં પણ મંદિરોની અંદર તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. 


ઢાકા ટ્રિબ્યૂનના અહેવાલ પ્રમાણે સ્થિતિ નિયંત્રણથી બહાર ચાલી ગઈ અને એક બાદ એક દુર્ગા પૂજા સ્થળો પર તોફાનો ફાટી નિકળ્યા. ડેલી સ્ટારની ખબર પ્રમાણે તોફાનોમાં ત્રણ લોકોના મોત થયા તો અન્ય લોકોને ઈજા પહોંચી છે. આ ત્રણ મોત ચાંદપુરના હાજીગંજ વિસ્તારમાં પોલીસ અને ભીડ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન થયા છે. 


આ પણ વાંચોઃ શું મળી ગયું છે અમૃત? મકાન કરતાંય મોંઘું છે આ એક લીટર પાણી! જાણો આ પાણી કેમ છે આટલું મોંઘુ?


કેન્દ્રીય ધાર્મિક મંત્રાલયે મામલાને લઈને એક ઇમજરન્સી નોટિસ જાહેર કરી જનતાને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે. તંત્રએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. અધિકારીઓએ કહ્યું કે, અપરાધિઓને છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રાલયે અધિકારીઓને ગુનેગારોને પકડવાના આદેશ આપ્યા છે. 


રિપોર્ટ પ્રમાણે સ્થિતિ કાબુ બહાર જતા બાંગ્લાદેશ સરકારે દેશની પોલીસ રેપિડ એક્શન બટાલિયનની એન્ટી ટેરરિઝમ યૂનિટ અને અર્ધસૈનિક દળ એટલે કે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશને તૈનાત કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube