બેઈજિંગ: આકાશમાં ઘેરાયેલા વાદળો વચ્ચે ક્યારેક આપણને કોઈ આકૃતિ નજરે ચડતી હોય છે. ક્યારેક ઝાડ, તો ક્યારેક કોઈ જાનવર કે પછી ઈન્સાનની આકૃતિ જોવા મળી જતી હોય છે. ચીનના મંગોલિયામાં આકાશમાં એક અદભૂત નજારો જોવા મળ્યો. હકીકતમાં સૂરજની ચારેબાજુ વાદળા ઘેરાયેલા હતાં અને એવો આકાર બની રહ્યો હતો જાણે તે આંખ હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


25 જૂનના રોજ આકાશમાં જોવા મળેલી આ આકૃતિનો સ્થાનિક લોકોએ વીડિયો બનાવી લીધો અને ત્યારબાદથી હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકો તેને 'ભગવાનની આંખ' ગણાવી રહ્યાં છે.