વોશિંગટનઃ Facebook (Meta) LayOff: ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં મોટા પાયે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. માર્ક ઝુકરબર્ગે બુધવારે એક ઝટકામાં 11000થી વધુ કર્મચારીઓને બહાર કરવાનું ફરમાન જાહેર કરી દીધું. મેટામાં જે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે, તેમાં એક ગુજરાતી મૂળની મહિલા પણ છે. આ મહિલાનું નામ એનેકા પટેલ છે અને તે કંપનીમાં કમ્યુનિકેશન મેનેજરના પોસ્ટ પર હતી. ફેસબુકે એનેકા પટેલને પણ બહારનો રસ્તો દેખાડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાએ લખી ભાવુક પોસ્ટ
મહિલાએ લખ્યું, 'હું  મારી ત્રણ મહિનાની પુત્રી એમિલિયાને રાત્રે 3 કલાકે ફીડ કરાવવા માટે ઉઠી હતી. થોડીવાર બાદ મેં મારો ઈમેલ ચેક કર્યો, કારણ કે હું મેટામાં છટણીના સમાચારથી વાકેફ હતી. ત્યારે મેં જોયું કે મારા ઈમેલ પર પણ છટણીનો લેટર આવ્યો છે. મારા હોશ ઉડી ગયા, હું ખરેખર તૂટી ગઈ. એનેકાએ કહ્યું કે માતા બન્યા બાદ શરૂઆતી કેટલાક મહિના પડકારજનક હોય છે, હવે તેની સામે વધુ એક પડકાર છે. નોંધનીય છે કે એનેકા પટેલની મેટરનિટી લીવ ફેબ્રુઆરી 2023માં સમાપ્ત થઈ રહી છે, પરંતુ ફેસબુકે તેને પહેલા બહાર કરી દીધી. એનેકાએ પોતાની લિંક્ડઇન પોસ્ટ દ્વારા આ વાત જણાવી છે.'


[[{"fid":"410187","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


તેણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે હાલ તેનું ધ્યાન પોતાની ત્રણ મહિનાની પુત્રી એમીલિયા પર લગાવશે અને નવા વર્ષે ફરી નવું કામ કરશે. નોંધનીય છે કે એનેકાની જેમ ઘણા કર્મચારીઓએ પોતાની દુખભરી કહાની જણાવી છે. તેમાંથી એક ભારતીય યુવા હિમાંશુ વી પણ સામેલ છે. 


જોઈનિંગના બે દિવસ બાદ બહાર
હિમાંશુએ લિંક્ડઇન પર પોતાનું દુખ શેર કરતા લખ્યું કે તેની સાથે જે થયું તેનાથી તે પરેશાન છે. હિમાંશુએ જણાવ્યુ કે તે મેટા જોઈન કરવા માટે કેનેડા પહોંચ્યો અને ત્યાં નોકરી જોઈન કરી. ઓફિસ જોઈન કર્યાના બે દિવસ બાદ કંપનીએ તેને બહારનો રસ્તો દેખાડી દીધો અને આ રીતે તેની નાની યાત્રા સમાપ્ત થઈ ગઈ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube