દુનિયામાં પોતાના સનકી સ્વભાવના કારણે કુખ્યાત નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન એકવાર ફરીથી ચર્ચામાં છે. ચર્ચા છે કે કિમ જોંગ બહુ જલદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાત કરી શકે છે. જો કે આ વાતને માનવા કોઈ  તૈયાર નથી. પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએના ડાઈરેક્ટર માઈક પોમ્પિયોએ કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરી છે. જેને લઈને ગરમાવો આવી ગયો છે. પરંતુ કિમ જોંગ ઉનનું અમેરિકા જવું શંકાસ્પદ છે. કારણ કે ચીનના પ્રવાસ પહેલા કિમ જોંગ ઉન ક્યારેય ઉત્તર કોરિયાથી બહાર ગયા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 વર્ષથી પોતાના જ દેશમાં કેદ છે કિમ
છેલ્લા 17 વર્ષથી નોર્થ કોરિયામાં જ કિમ 'કેદ' છે. કિમના કેદ હોવાનું કારણ એ કોઈ જેલમાં કેદ છે એવું નથી પરંતુ તેમનું દેશની બહાર ન જવું છે. કહેવાય છે કે કિમ જોગં ઉનને દેશની બહાર જતા ડર લાગે છે. તેનું કારણ એવું કહેવાઈ રહ્યું છે કે તેમનો વારસદાર હજુ ખુબ નાનો છે. કિમ જોંગ ઉન પોતાનો વારસદાર ગાદી સંભાળવા લાયક ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી. જો કે કિમ જોંગે 2011માં સત્તા સંભાળી હ તી પરંતુ તે પહેલાથી તેમને દેશની બહાર જતા તો ડર જ લાગે છે.


સત્તા જવાનો પણ ડર
કિમ જોંગ ઉનને પોતાના વારસદારના મોટા થવાની ઈન્તેજારી તો છે જ પરંતુ સાથે એક વધુ ડર પણ સતાવી રહ્યો છે. દક્ષિણ કોરિયાની એક એજન્સીના જણાવ્યાં મુજબ તેમને સત્તા ગુમાવવાનો ડર છે. કિમ જોંગ ઉનના બે ભાઈઓ છે. તેમાંથી મોટા ભાઈને સત્તા મળવાની હતી પંરતુ કેટલાક કારણોસર કિમે સત્તા સંભાળવી પડી અને ત્યારબાદથી આ તાનાશાહ ક્યારેય પોતાની ખુરશી છોડીને બહાર ગયા નથી. તેમને ડર છે કે તેમનો ભાઈ સત્તા હડપ કરી જશે.


શું બહાર જશે કિમ જોંગ ઉન?
પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તાનાશાહ કિમ જોંગ ઉન છેલ્લા 17 વર્ષોથી ક્યારેય ઉત્તર કોરિયાની બહાર ગયા નથી. છેલ્લા સાત વર્ષોમાં તો તેઓ કોઈ રાષ્ટ્રાધ્યક્ષને પણ મળ્યા નથી. તેમને ક્યારેય સયુંક્ત રાષ્ટ્રમાં બોલાવવામાં આવ્યાં નથી. ક્યારેય કોઈ ગ્લોબલ સમિટમાં જોવા મળ્યા નથી. હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન સાથે મુલાકાતનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. આ મુલાકાત મેમાં થાય તેમ છે. આવા હાલાતમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરવા માટે કિમ જોંગ નોર્થ કોરિયાથી બહાર જશે તે અંગે પણ બધાને શંકા છે.


રહસ્યમયી છે તાનાશાહનો વારસદાર
કિમ જોંગ ઉનના બાળકોને લઈને પણ ચર્ચા રહી છે. બાળકો અંગે કોઈ નક્કર જાણકારી પ્રાપ્ત નથી. પરંતુ પબ્લિકની નજરોથી અચાનક ગાયબ થયેલી રિ સોલ જૂના પાછા ફર્યા બાદ એવી અટકળો છે કે તે પ્રેગ્નેન્ટ હતી અને કેટલાક વર્ષ પહેલા જ તેણે કિમના ત્રીજા બાળકને જન્મ આપ્યો છે. એવી અટકળો છે કે તેમના 3 બાળકો છે. પરંતુ ત્રણ બાળકો પરથી આજસુધી પડદો ઉઠી શક્યો નથી. દક્ષિણ કોરિયાની એક એજન્સીએ દાવો કર્યો હતો કે કિમની પહેલી બે સંતાન છોકરીઓ છે અને ત્રીજી સંતાન છોકરો છે. જો કે તેની કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ એવું કહેવાય છે કે તેમનો વારસદાર આવી ગયો છે.


ચીન કેમ ગયા હતાં કિમ જોંગ ઉન?
કિમ જોંગ ઉન જો નોર્થ કોરિયાની બહાર નીકળતા નથી તો પછી માર્યમાં ચીનના પ્રવાસે કેમ ગયા? આ એક મોટો સવાલ હતો. કારણ કે કિમનો આ પ્રવાસ દુનિયા માટે જોખમ ગણાવાઈ રહ્યો છે. ત્યારબાદથી જ અમેરિકા પણ સાવધાન થઈ ગયું છે અને કિમ જોંગ ઉનને મળવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. દક્ષિણ કોરિયાની એક એજન્સીનો દાવો છે કે કિમ અમેરિકા જશે નહીં. કિમ ડરે છે અને તે નોર્થ કોરિયાની બહાર નીકળી શકતો નથી. પરંતુ અહેવાલો કઈંક ઓર જ આવી રહ્યાં છે. અમેરિકા જવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. હવે તો સમય જ બતાવશે કે કિમ જશે કે નહીં.