OMG! ભારતમાં ખુબ જ ખવાતું, ગુજરાતીઓને ભાવતું આ ટેસ્ટી શાક દુનિયાના ટોપ 100 ખરાબ ફૂડની યાદીમાં સામેલ, નામ જાણી ચોંકશો
એક ટ્રાવેલ ગાઈડ ટેસ્ટ એટલાસ દ્વારા દુનિયાના 100 સૌથી ખરાબ રેટેડ ફૂડ્સની એક યાદી તૈયાર કરીને બહાર પાડવામાં આવી છે. જાણો લિસ્ટમાં કોનું કોનું છે નામ...
ભારતના દરેક ખૂણે તમને ખુબ સ્વાદિષ્ટ ખાવાનું મળશે. દરેક પ્રાંતની વિવિધતા હોય છે અને તે પ્રમાણે ત્યાંની વાનગીઓ હોય છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી...પૂર્વથી લઈને પશ્ચિમ સુધી. ક્યાંકનું સાદું ભોજન સ્વાદિષ્ટ હોય છે તો ક્યાંક મસાલેદાર વાનગીઓ. ભારતીય ભોજનના દુનિયાભરમાં વખાણ થતા હોય છે. દુનિયાના 100 ખરાબ ફૂડ અંગે એક સૂચિ બહાર પાડવામાં આવી છે તેમાં આશ્ચર્યજનક રીતે એક ભારતીય વાનગીને પણ તેમાં સામેલ કરવામાં આવી છે. તેનું નામ જાણીને તમને એમ થશે કે ઓહો... આ તો અમારા ઘરમાં મજાથી ખવાય છે.
આ શાકને મળ્યું ખરાબ રેટિંગ
હાલમાં જ ટેસ્ટ એટલાસ નામના એક ટ્રાવેલ ગાઈડે દુનિયાના 100 સૌથી ખરાબ ફૂડની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારતની વાનગી આલુ બેંગન (રિંગણ બટાકાનું શાક)ને 60માં ક્રમે રાખવામાં આવ્યું છે. આલુ બેંગન (રિંગણ બટાકા)ને દુનિયાભરમાં ફક્ત 2.7 રેટિંગ મળ્યું છે જે ખુબ ઓછું કહી શકાય. ભારતમાં તો આ શાક ખુબ લોકપ્રિય છે અને લગભગ દરેકના ઘરમાં બનતું હશે. પરંતુ વિદેશીઓને આ શાકનો સ્વાદ કદાચ ગમ્યો નથી. આ રિપોર્ટ એ વાતનો સંકેત આપે છે કે ભઙારતીય ભોજનનો સ્વાદ વિદેશીઓ માટે અલગ હોય છે.
જાણો નંબર વન પર કોણ
ટેસ્ટ એટલાસના રિપોર્ટ મુજબ ટોપ 100 ફૂડની યાદીમાં પહેલા નંબર પર આઈસલેન્ડની ડિશ હકાર્લ છે. બીજા નંબર પર અમેરિકાનું રેમન રેમન બર્ગર અને ત્રીજા નંબર પર ઈઝરાયેલનું યેરુશલમી કુગેલ છે. આ ફૂડને સૌથી ખરાબ ફૂડની યાદીમાં ટોપ સ્થાન મળેલા છે. આલુ બેંગન એક લોકપ્રિય ભારતીય ગ્રેવી ડિશ છે જેને દેશભરમાં પસંદ કરવામાં આવે છે. બટાકા, રિંગણા, ડુંગળી, ટામેટા અને વિવિધ પ્રકારના મસાલાથી તે બનાવવામાં આવે છે. ભારતમાં દરેક ખૂણે તે અલગ અલગ રીતે બનાવવામાં આવતી ડિશ છે. કદાચ મસાલા અને સ્વાદની ભિન્નતાના કારણે વિદેશીઓને આસ્વાદ વિચિત્ર લાગ્યો હોઈ શકે. પરંતુ ભારતમાં તો આ શાક ખુબ લોકપ્રિય છે.
જાણો કેવી રીતે તૈયાર થાય છે સ્કોર
સૌથી પહેલા ટેસ્ટ એટલાસ દ્વારા દુનિયાભરમાં એક ઓનલાઈન સર્વેક્ષણ કરવામાં આવે છે. આ સર્વેક્ષણમાં ભાગ લેનારાઓ પાસેથી 100 સૌથી ખરાબ ફૂડ વિશે પોતાનો મત આપવા માટે કહેવાય છે. ત્યારબાદ સર્વેક્ષણથી પ્રાપ્ત ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે. પ્રત્યેક ફૂડને મળેલા રેટિંગ્સ અને ટિપ્પણીઓને ધ્યાનમાં રાખીને એક સંગ્રહિત સ્કોર તૈયાર કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube