OMG! ઈમોજી મોકલતા પહેલા 100 વાર કરો વિચાર...અંગૂઠાવાળી ઈમોજીએ ખેડૂતને 50 લાખનું નુકસાન કરાવ્યું
કલ્પના કરો કે કોઈને થમ્બ્સ અપ ઈમોજી મોકલવા પર લગભગ 50 લખ રૂપિયા ( $61,610 ) નું નુકસાન થઈ શકે ખરું? તો તમને જણાવી દઈએ કે હા થઈ શકે. આવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં એક ઈમોજીના કારણે ખેડૂતે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
કલ્પના કરો કે કોઈને થમ્બ્સ અપ ઈમોજી મોકલવા પર લગભગ 50 લખ રૂપિયા ( $61,610 ) નું નુકસાન થઈ શકે ખરું? તો તમને જણાવી દઈએ કે હા થઈ શકે. આવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં એક ઈમોજીના કારણે ખેડૂતે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેનેડાના સસ્કચેવાનમાં રહેતા એક ખેડૂત Chris Achter સાથે બિલુક આવું જ થયું છે. કથિત રીતે ટેક્સ્ટ સંદેશ દ્વારા કરાર પ્રાપ્ત કર્યા બાદ ખેડૂત પર ભારે રકમનો દંડ ફટકારવામાં આવ્યો. જ્યારે ક્રિસ પોતાના આકસ્મિક કરાર મુજબ 2021માં ખરીદાર કેન્ટ મિકલેબોરોને 86 ટન સન આપવામાં નિષ્ફળ ગયો ત્યારે આ વાત સામે આવી. બીબીસીના એક રિપોર્ટ મુજબ ખેડૂત ક્રિસ એક્ટરે દાવો કર્યો કે તેણે એ પુષ્ટિ કરવા માટે થમ્સ અપ ઈમોજી મોકલી હતી કે તેને કરાર મળી ગયો છે. પરંતુ તેના ખરીદારે તેને કરાર સંબંધિત સમજૂતિ સમજી લીધી.
આ બન્યું કેવી રીતે?
મિકલેબોરોએ ક્રિસને એક કરાર દસ્તાવેજ મોકલ્યો અને તેની પુષ્ટિ કરવા માટે કહ્યું. ક્રિસે થમ્સ અપ ઈમોજી સાથે જવાબ આપ્યો. જેને મિકલેબોરોએ ભૂલથી સમજી લીધુ કે ક્રિસ કરાર માટે સહમત થઈ ગયો છે. આવું એટલા માટે હતું કારણ કે ક્રિસે પહેલા પાઠ સંદેશના માધ્યમથી કરાર માટે સહમત થયો હતો. પરંતુ પછી ક્રિસે કહ્યું કે તેની ખોટી વ્યાખ્યા કરાઈ અને તેણે ફક્ત પુષિટ કરી હતી કે મને ફ્લેક્સ કરાર મળ્યો છે. આથી તે કરારમાં સંબંધિત નિયમો અને શરતો સાથે સહમત થવા અંગે પુષ્ટિ નહતી.
કોર્ટનો ચુકાદો
કોર્ટના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ કીને ચુકાદો સંભળાવ્યો કે 'આ કોર્ટ સરળતાથી સ્વીકારે છે કે અંગૂઠાવાળી ઈમોજી કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનું એક બિનપરંપરાગત સાધન છે.' પરંતુ આમ છતાં આ પરિસ્થિતિઓમાં 'હસ્તાક્ષર' ના બે ઉદ્દેશ્યોને દર્શાવવાની આ એક કાયદેસર રીત હતી. તેમણે કહ્યું કે આ બેશક પૈસા ખોવાનો એક અનોખો તરીકો છે અને તે એ વાત ઉપર પણ પ્રકાશ ફેકે છે કે ડિજિટલ સંચાર- એટલે સુધી કે એક સાધારણ ઈમોજીનો ઉપયોગ કોર્ટમાં કેવી રીતે થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube