નવી દિલ્હી: આતંકવાદનું સમર્થન કરતા અને આતંકી સંગઠનોને ફંડિંગ કરનારા પાકિસ્તાનને એક મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની એશિયા પ્રશાંત શાખાના ગ્રુપે પાકિસ્તાનને બ્લેક લિસ્ટની સૂચિમાં નાખી દીધુ છે. આ પગલું પાકિસ્તાન તરફથી ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગને રોકવાના 40 માપદંડોમાંથી 32 માપદંડોમાં નિષ્ફળ જવા બદલ લેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એફએટીએફ તરફથી બ્લેકલિસ્ટની સૂચિમાં નાખવામાં આવતા હવે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થશે. પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે કરજ લેવામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પાકિસ્તાન આમ પણ કંગાળ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. કાશ્મીર મુદ્દે પણ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે બેઈજ્જતી સહન કરવી પડી રહી છે. 


રિપોર્ટ મુજબ પાકિસ્તાન આતંકવાદ સામે લડવાના પોતાના કમિટમેન્ટમાં નિષ્ફળ ગયું છે. આ પગલું એપીજીની  બેઠકમાં લેવાયું છે. ઓસ્ટ્રેલિયાના કેનબરામાં થઈ રહેલી એપીજીની બેઠકનો શુક્રવારે છેલ્લો દિવસ હતો. એફએટીએફ જી-7 દેશો તરફથી સ્થપાયેલું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. તેની સ્થાપના 1989માં મની લોન્ડરિંગ સામે લડવા માટે કરાયું હતું. 2001માં તેણે આતંકી ફંડિંગ સામે પણ લડવાની કામગીરી શરૂ કરી હતી. તેનું સચિવાલય પેરિસમાં છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...