નવી દિલ્હી: પેરિસમાં થયેલી ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પાકિસ્તાનને રાહત મળી નથી. એફએટીએફ તરફથી તેને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું છે અને ફૂલ એક્શન પ્લાન પર કામ કરવા માટે ફેબ્રુઆરી 2020 સુધીનો સમય અપાયો છે. જો પાકિસ્તાન તરફથી નિર્ધારીત સમય મર્યાદામાં ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ પર કાર્યવાહી નહી  થાય તો એફએટીએફ તરફથી કડક કાર્યવાહી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન પર હતો બ્લેક લિસ્ટ થવાનો ડર
જો કે આ અગાઉ ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગમાં નિષ્ફળ ગયા બાદ પાકિસ્તાન પર બ્લેક લિસ્ટ થવાનો ડર તોળાઈ રહ્યો હતો. પરંતુ બેઠકમાં તેને થોડા દિવસની વધુ મહોલત આપવામાં આવી છે. એફએટીએફ તરફથી પાકિસ્તાનને પોતાની નાણાકીય સંસ્થા પર વિશેષ ધ્યાન આપવાનું પણ કહેવાયું છે. 


27માંથી 20 પોઈન્ટ પર પ્રગતિની વાત કરી
અત્રે જણાવવાનું કે આર્થિક મામલાઓના મંત્રી હમ્માદ અઝહરના નેતૃત્વમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળે પેરિસની બેઠકમાં કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી 27માંથી 20 પોઈન્ટ પર સકારાત્મક પ્રગતિ થઈ છે. એફએટીએફએ પાકિસ્તાન તરફથી ઉઠાવવામાં આવેલા પગલાંઓ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...