મહિલા નહીં પરંતુ એક પુરુષે દુનિયાને જણાવ્યું હતું કે મેકઅપ શું હોય છે, જાણો કોણ હતા Father of Make up
મેકઅપ આજે બોલીવુડ અને હોલીવુડ સિવાય દરેક સામાન્ય છોકરી અને ત્યાં સુધી કે છોકરા પણ પોતાને સારા દેખાવા માટેની કલામાં જોડાઈ ગયા છે. આ શબ્દની પાછળ મેક્સ ફેક્ટર સીનિયરનું દિમાગ છે.
Makeup start: મેકઅપને અવારનવાર છોકરીઓ માટે એક જરૂરી વસ્તુ ગણવામાં આવે છે. મેકઅપના તમામ પ્રોડક્ટ્સથી બજાર ભરાયેલું રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે આ શબ્દ કેમ અને કેમ આવ્યો હતો કે કોણે આ શબ્દની સાથે જ દુનિયાને એક નવી વસ્તુથી રૂબરુ કરાવી. તમે જાણીને હેરાન રહી જશો કે મેકઅપના પાછળ કોઈ છોકરી કે મહિલાનું દિમાગ નહીં પરંતુ એક પુરુષનું યોગદાન છે. મેક્સ ફેક્ટર તે વ્યક્તિ હતા જેમણે દુનિયાને જણાવ્યું હતું કે મેકઅપ શું છે અને તેને કેવી રીતે ઉપયોગ કરવામાં આવી શકે છે.
મેક્સ ફેક્ટરની દેન છે મેકઅપ
મેકઅપ આજે બોલીવુડ અને હોલીવુડ ઉપરાંત એક સામાન્ય છોકરી અને ત્યાં સુધી કે છોકરા માટે પોતાને ખૂબસૂરત જોવાની કલામાં સામેલ કરવામાં આવી છે. આ શબ્દની પાછળ મેક્સ ફેક્ટર સીનિયરનું દિમાગ છે. મેક્સ ફેક્ટરની પ્રોડક્ટ્સ વિશે તો તમે જાણતાં જ હશો. આ પ્રોડ્ક્ટસનું નામ મેક્સમિલન ફેક્ટોરોવિક્ઝના નામ પરથી પડ્યું હતું તે પોલેન્ડના રહેવાસી હતા. તે એક બિઝનેસમેન અને એક બ્યૂટીશિયન હતા. તે સિવાય નવી વસ્તુનો આવિષ્કાર કરવાનો પણ તેમનો શોખ હતો. તેમણે મેક્સ ફેક્ટર એન્ડ કંપનીની સ્થાપના કરી હતી. તેમણે અમેરિકામાં મોડર્ન કોસ્મેટિક ઈન્ડસ્ટ્રીની શરૂઆત કરી અને મેકઅપ શબ્દને પોપ્યુલર કર્યો.
રૂપિયા, દેખાવ નહીં, મહિલાઓની પહેલી પસંદ હોય છે આવા પુરુષો! જાણીને લાગશે ઝટકો!
અનેક હસ્તીઓનું કર્યુ મેકઓવર
તેમણે અનેક જાણીતી હસ્તીઓનું મેકઓવર કરવાનું શ્રેય આપવામાં આવે છે. અનેક જાણીતા લોકોને આજ સુધી દુનિયા યાદ રાખે છે અને તેમના લુક્સ માટે મેક્સ ફેક્ટરને ક્રેડિટ આપવામાં આવી. મેક્સ ફેક્ટરે અમેરિકામાં થિયેટર આર્ટિસ્ટને વિગ્સ અને ગ્રીસપેન્ટ્સ વેચવા માટે પોતાની કંપનીની શરૂઆત કરી હતી. પરંતુ ઝડપથી તેમને એ વાતનો અહેસાસ થયો કે જે ગ્રીસપેન્ટ તે મૂવી એક્ટર્સને વેચી રહ્યા છે તો બહુ હેવી છે અને કેમેરા પર એક્ટર તેના કારણે ડરામણો લાગી શકે છે.
પહેલી મેકઅપ પ્રોડક્ટ
તેના પછી તેમણે સૌથી પહેલી મેકઅપ પ્રોડક્ટની શોધ કરી. તેને પેર કેક મેકઅપ તરીકે ઓળખવામાં આવી. આ એવી પ્રોડક્ટ હતી જેને લગાવ્યા પછી સ્ટુડિયો લાઈટની નીચે પણ એક્ટરના ચહેરા પર કોઈ ક્રેક જોવા મળતી ન હતી. ધીમે-ધીમે તે પ્રોડક્ટ્સ હોલીવુડમાં પોપ્યુલર થતાં ગયા. હોલીવુડ અભિનેત્રીને જોઈને સામાન્ય મહિલાઓમાં પણ મેકઅપ માટેની દિલચશ્પી વધતા ગઈ. તેના પછી મેક્સ ફેક્ટરે પ્રોડક્ટ્સની એક આખી રેન્જ લોન્ચ કરી દીધી.
Taliban ના લીધે બદનામ Afganistan માં ઝન્નત જેવા સુંદર સ્થળો પણ છે! જુઓ અદભુત અફઘાન
ઓસ્કારથી થયા સન્માનિત
મેક્સ ફેક્ટરે મોડર્ન આઈલેશ એક્સટેન્શનનો આવિષ્કાર કર્યો. સાથે જ તેમણે મેકઅપ ઈન્ડસ્ટ્રીને પહેલું ફાઉન્ડેશન પણ આપ્યું હતું. વર્ષ 1928માં મેક્સ ફેક્ટરને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના યોગદાન માટે ઓસ્કારથી નવાજવામાં આવ્યા હતા. છેલ્લાં અનેક વર્ષોમાં તેમની કંપનીમાં અનેક ફેરફાર થયા છે. આજે મેક્સ ફેક્ટરની દરેક પ્રોડક્ટ્સ ખરીદવાનું દરેક છોકરીનું સપનું છે. કેમ કે તે દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘી મેકઅપ પ્રોડક્ટ્સ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube