વોશિંગટન: કેબ ડ્રાઇવરોના (Cab Drivers) દુર્વ્યવહારના સમાચાર તો હંમેશા સામે આવતા રહે છે, પરંતુ અમેરિકામાં (America) એક ડ્રાઈવરને મહિલ મુસાફરની (Female Passengers) ગેરરીતિનો સામનો કરવો પડ્યો. ડ્રાઇવરનો વાંક માત્ર એટલો હતો કે, તેણે મહિલાઓને માસ્ક (Mask) લગાવવા કહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોતા તમામ લોકો મહિલા મુસાફરોની ટીકા કરી રહ્યુ છે. ત્યારે, વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ સેન ફ્રાન્સિસ્કો પોલીસના હરકતમાં આવતા એક આરોપી મહિલાની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રાઇવરનો Mobile છીનવાનો કર્યો પ્રયત્ન
સેન ફ્રાન્સિસ્કોમાં એક ટેક્સી ચલાવતા Uber ડ્રાઈવર શુભાકરે (Subhakar) મહિલા મુસાફરોની હરકતો વિરોધી કેમેરામાં કેદ કરી હતી, જેના કારણે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. શુભાકર કહે છે કે તેણે ટેક્સીમાં રહેલી ત્રણેય મહિલાઓને માસ્ક પહેરવાની વિનંતી કરી હતી, પરંતુ તેઓએ ના માત્ર આ વાતનો ઇનકાર કર્યો પરંતુ ગેરવર્તન શરૂ કર્યું. એક મહિલાએ શુભાકરના ચહેરા પર જોરથી ખાંસી ખાધી હતી અને ત્યારબાદ તેનું માસ્ક પણ કાઢી નાખ્યું હતું. આરોપીએ ડ્રાવઈવરનો મોબાઇલ છીનવાનો પ્રયત્ન પણ કર્યો હતો.


આ પણ વાંચો:- OXFORD GRADUATE એ વૃદ્ધ માતા-પિતા પાસેથી માંગ્યું જીવનભરનું વળતર? આપ્યું આવું કારણ


કેનેડાના રસ્તા પર લાગ્યા PM મોદીના મોટા પોસ્ટર, જાણો કેમ થઈ રહ્યા છે પેટછૂટા વખાણ


Company એ તમામ પર મૂક્યો પ્રતિબંધ
તે જ સમયે, ઉબેરના એક અધિકારીએ કહ્યું કે આરોપી તમામ મહિલા મુસાફરો પર કાયમ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે આવા વર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને અમારા સમુદાય દિશાનિર્દેશોની વિરુદ્ધ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી, કાર્યવાહીમાં આવી ગયેલી પોલીસે ડ્રાઇવર પર હુમલો કરનારી મહિલા મુસાફરની ધરપકડ કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકામાં, કોરોનાના કહેરને કારણે માસ્ક લગાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ઉબેરે મુસાફરો માટે માસ્ક ફરજિયાત બનાવવાનો નિયમ બનાવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube