નવી દિલ્હી: જે પીડિત વ્યક્તિની દેખરેખની જવાબદારી મહિલા પોલીસ ઓફિસરને આપવામાં આવી હતી, તેને તે વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવ્યા. આ દરમિયાન પોલીસ ઓફિસ ડ્યૂટી પર હતી. આ મામલે 44 વર્ષની મહિલા પોલીસ ઓફિસરે અનુશાસનાત્મક સુનાવણી પહેલાં પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું માનવામાં આવી રહ્યું છે કે એન્ડ્રિયા ગ્રિફિથ્સને ખોટા વ્યવહાર માટે નોકરીમાંથી કાઢવામાં આવી શકે છે, પરંતુ તેમણે કાર્યવાહી પહેલાં રાજીનામું મોકલી દીધું હતું. આ કેસ બ્રિટેનના નોર્થ વેલ્સનો છે. 

ઝુંઝુનૂં: સરકારી સ્કૂલમાં એક ડઝનથી વધુ બાળકોની સાથે કુકર્મ, આરોપી શિક્ષકની ધરપકડ


એન્ડ્રિઆએ કહ્યું કે જે વ્યક્તિની દેખભાળની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી, તેને લઇને તેમને ખૂબ પસ્તાવો છે. જે પીડિત વ્યક્તિ સાથે એન્ડ્રિઆએ સંબંધ બનાવ્યા તે લાંબા સમયથી યૌન શોષણથી પીડાઇ રહ્યો હતો. 

કારમાં શારીરિક સુખ માણી રહ્યું હતું કપલ, ગોળી મારીને જીવતું દફનાવ્યું


સુનાવણી દરમિયાન ખબર પડી કે ડ્યૂટી દરમિયાન અને ડ્યૂટી બાદ પણ એન્ડ્રિઆએ પીડિત સાથે સંબંધ બનાવ્યા હતા. જોકે એન્ડ્રિઆનો દાવો છે કે તેમણે ફક્ત એકવાર પીદિત સાથે શારિરીક સંબંધ બનાવ્યા હતા. 


નોર્થ વેલ્સ પોલીસના એક ઓફિસર એમી ક્લાર્કે કહ્યું કે એન્ડ્રિઆએ 2015માં એક વલ્નરેબલ વ્યક્તિ સાથે અયોગ્ય અંગત સંબંધો વિકસાવ્યા હતા. તેમણે પોતે સ્વિકાર્યું કે તેમણે પીડિત સાથે સંબંધ રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube