નવી દિલ્હી : હાલમાં સોશિયલ મીડિયા પર એક યુવતીની હિંમત અને સેવાની ચર્ચાઓ પૂરજોશમાં છે. રસ્તા પર ઢળી પડેલા અને એવું કહી શકાય કે મોતના મુખમાં પહોંચી ગયેલા વૃધ્ધને નવું જીવનદાન આપે છે. આ વીડિયોમાં એક યુવતી 81 વર્ષિય વૃધ્ધને જાણે ફરીથી જીવતા કરી રહી છે. આ વીડિયો ચીનના શિન્હુઆ વિસ્તારનો છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં એક રસ્તા પર ચાલતી વેળાએ 81 વર્ષિય એક વૃધ્ધ રસ્તા પર ઢળી પડે છે. કેટલાક લોકો દોડી આવે છે અને એમની પાસે જઇને જુએ છે પરંતુ એમના શ્વાસ થંભી ગયેલા જણાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આ દરમિયાન એક યુવતી આવે છે અને વૃધ્ધ પર બેસી જાય છે અને એમની છાતીમાં બે હાથથી પંમ્પિગ કરવાનું શરૂ કરી દે છે. આ જોઇ કેટલાક એમને આમ કરતાં રોકવા પણ પ્રયાસ કરે છે. પરંતુ તે માનતી નથી અને સતત વૃધ્ધની છાતીમાં પંમ્પિગ કરતી રહે છે. થોડી વાર બાદ એ કામયાબ રહે છે અને વૃધ્ધને નવું જીવનદાન મળે છે. તમે પણ જુઓ આ વીડિયો..



વૃધ્ધને મોતના મુખમાંથી પરત લાવનાર આ યુવતીના કાર્યની ચોમેર પ્રશંસા થઇ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો શેયર થઇ રહ્યો છે અને કહેવાય છે કે, કોઇ પણ પરિસ્થિતિમાં આપણે હાર ન માનવી જોઇએ. ચાહે એ ભલે કઠીનમાં કઠીન સ્થિતિ કેમ ન હોય, આપણે પ્રયત્ન કરતા રહેવું જોઇએ.