નવી દિલ્હીઃ Titanic Tourist Submarine Missing: એટલાન્ટિક મહાસાગરમાં ડૂબેલા ટાઈટેનિકના કાટમાળ સુધી લઈ જનારી સબમરીન ટાઈટન રવિવારથી લાપતા છે. અત્યાર સુધી તેના વિશે કોઈ જાણકારી મળી નથી. પરંતુ ઉંડા પાણીની અંદર અવાજ સંભાળાઈ રહ્યો છે, જેણે આશા હજુ જીવંત રાખી છે. પરંતુ ખુબ જલદી સબમરીન વિશે જાણકારી મેળવવી જરૂરી છે કારણ કે તેમાં માત્ર કલાકોનું ઓક્સીજન બચ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા અહેવાલો અનુસાર, યુએસ કોસ્ટ ગાર્ડે અનુમાન લગાવ્યું છે કે યુએસમાં પૂર્વીય સમય મુજબ સવારે 07:18 વાગ્યે - એટલે કે યુકેમાં બપોરે 12:18 વાગ્યે (ભારતીય સમય મુજબ 4.48 વાગ્યે) - જહાજમાં સવાર લોકો માટે ઓક્સિજન સમાપ્ત થઈ શકે છે. .


મોટા પાયે ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
સબમરીનને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં યુએસ નેવીનો CURV21 રોબોટ પણ સામેલ છે. લગભગ 24,000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં સબમરીનની શોધ કરવામાં આવી રહી છે. ગુરુવારે વધુ બોટ અને પાણીની અંદરના વાહનો સર્ચ ઓપરેશનમાં જોડાશે. કેમેરાથી સજ્જ રિમોટ-કંટ્રોલ્ડ વાહનો (ROVs) દિવસભર સમુદ્રના તળની ઊંડાઈને સ્કેન કરી રહ્યાં છે.


આ પણ વાંચોઃ મોટી સફળતા : હવે ભારતમાં જ બનશે ફાઈટર જેટ એન્જિન, GE સાથે 'મેગા' કરાર


યુએસ કોસ્ટ ગાર્ડના કેપ્ટન જેમી ફ્રેડરિકે બુધવારે કહ્યું કે ઊંડા સમુદ્રની અંદરથી સંભળાતા અવાજોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જો કે તેણે કહ્યું કે અત્યાર સુધી માત્ર નેગેટિવ પરિણામ આવ્યા છે પરંતુ આપણે આશા ન છોડવી જોઈએ.


અભિયાનમાં આવી રહી છે સમસ્યા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફ્રેડરિક કે પ્રમાણે આ સર્ચ અભિયાનમાં કેટલીક સમસ્યા આવી રહી છે જેમ કે જ્યાં સબમરીન ગુમ થઈ છે તે કોઈપણ કિનારાથી ખુબ દૂર છે. આ સિવાય ઘણા દેશોની એજન્સીઓ સાથે સમન્વય કરવો પડી રહ્યો છે. 


સબમરીનમાં સવાર છે પાંચ લોકો
સબમરીનમાં પાંચ લોકો સવાર છે જેમાં પાકિસ્તાની મૂળના અબજોપતિ કારોબારી શહઝાદા દાઉદ (Shahzada Dawood) તેનો પુત્ર સુલેમાન દાઉદ, બ્રિટનના અબજોપતિ ઉદ્યોગપતિ હાશિમ હાર્ડિંગ, ફ્રેન્ચ એક્સપ્લોરર પોલ આનરી નાર્જેલેટ અને એડવેન્ચર ટ્રિપનું મેનેજમેન્ટ કરનારી કંપનીના ચીફ એક્ઝીક્યુટિવ સ્ટોકટન રશ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube