નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના દેશની મહિલાઓને ફિફા વર્લ્ડ કપ દરમિયાન ટુરિસ્ટ સાથે સેક્સ માણવા પર પ્રતિબંધ મૂકવાની વાતોને ફગાવી છે. પુતિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું કે રશિયાની મહિલાઓ આ ફેસલો પોતે જ લે કે તેમણે આ અંગે શું કરવાનું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેઈલી મેઈલમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ પુતિને ગુરુવારે કહ્યું કે રશિયાની મહિલાઓ ફિફા વર્લ્ડ કપ દરમિયાન ટુરિસ્ટ સાથે સંબંધ બનાવી શકે છે. પુતિનના પ્રવક્તા પેસ્કોવે કહ્યું કે જ્યાં સુધી રશિયાની મહિલાઓની વાત છે તો તેઓ આ નિર્ણય પોતે જ લે. તેઓ દુનિયાની સર્વશ્રેષ્ઠ મહિલાઓ છે.


આ અગાઉ રશિયાની એક મહિલા સાંસદે સ્થાનિક યુવતીઓને ચેતવતા કહ્યું હતું કે તેમણે વિદેશીઓ સાથે સેક્સ કરવાથી બચવું જોઈએ. ફિફા વર્લ્ડ કપના મેજબાન દેશની 70 વર્ષની સાંસદ તમારા પ્લેટેનયોવાએ મોસ્કોના એક રેડિયો કાર્યક્રમમાં રશિયન મહિલાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે તેઓ આમ કરવાથી બચે.


ત્યારબાદ તેમણે એમ પણ ક્હ્યું હતું કે જો કોઈ રશિયન યુવતીને ખરેખર એમ કરવાની જરૂર પડે તો તે તેના માટે તેની જ નસ્લના પાર્ટનરની શોધ કરે અને તેની સાથે સંબંધ બનાવીને બાળકો પેદા કરી તેનો ઉછેર કરે.