ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રાજકારણના આ સમયે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ ઇમરાન ખાનની પાર્ટીના 50 મંત્રીઓ ગુમ થઈ ગયા છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇને મોટો ઝટકો લાગ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમરાન ખાનનું રાજીનામું આપવું નક્કી!
તમને જણાવી દઈએ કે, ઇમરાન ખાનની સરકારના 25 સંઘીય, 19 સહાયક અને 4 રાજ્ય મંત્રી ગુમ થયા છે. સંકટના આ સમયમાં ઇમરાન ખાનના મંત્રી મેદાન છોડીને ભાગી ગયા છે. ઇમરાન ખાનને પ્રધાનમંત્રી પદથી રાજીનામું આપવું પડશે હવે તે લગભગ નક્કી હશે.


IPL 2022: કઈ ટીમ ઉતારશે 'સર' જાડેજા? જાણો કઈ હોઈ શકે છે CSK-KKRની પ્લેઇન્ગ-11


પાકિસ્તાનની સંસદમાં ક્યારે રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ?
ઉલ્લેખનીય છે કે, સંકટમાં કેટલાક નજીકના લોકોએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો સાથ છોડી દીધો છે. 28 માર્ચના રોજ પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થશે. 31 માર્ચથી 4 એપ્રિલ વચ્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે.


પરમાણુ યુદ્ધનો વધ્યો ખતરો! રશિયાએ સમુદ્રમાં ઉતારી ન્યુક્લિયર સબમરીન


સમય પહેલા સમાન્ય ચૂંટણી કરાવી શકે છે ઇમરાન ખાન
ઇમરાન ખાન સરકાર સામે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ શુક્રવારના પાકિસ્તાની સંસદમાં રજૂ કરી શકશે નહીં. હવે આ પ્રસ્તાવ સોમવારના રજૂ કરવામાં આવશે. આ વચ્ચે ઇમરાન ખાન સરકારે સંકેત આપ્યા છે કે જો તેમને સત્તા પરથી હટાવામાં આવશે તો તેઓ સમયથી પહેલા સામાન્ય ચૂંટણી કરાવી શકે છે. એટલે કે વિપક્ષને માત આપવા માટે ઇમરાન ખાન ચૂંટણીનો દાવ રમી શકે છે. 


આમ તો ઇમરાન ખાનના ડરનું વધુ એક કારણ છે. પાકિસ્તાનમાં 75 વર્ષના ઇતિહાસમાં એક પણ એવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી નથી, જેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરા કર્યો હોય. હવે ઇમરાન ખાન આ ઇતિહાસની આગામી કડી સાબિત થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube