ન્યુ દિલ્હી: પાકિસ્તાની સેના હાલ ભારત તરફથી કોઈ મોટી કાર્યવાહીના ડરથી ગભરાયેલી છે. છેલ્લા એક મહિનામાં પાકિસ્તાની સેનાના ટોપ કમાન્ડર્સે સરહદ પર મહત્વની ચોકીઓની મુલાકાત લીધી છે. જાન્યુઆરીમાં 20 અને ફેબ્રુઆરીમાં આવી 5 મુલાકાતો અત્યાર સુધી થઈ છે. જેમાં લેફ્ટેનન્ટ જનરલ  કે મેજર જનરલ રેન્કના ઓફિસરોએ મુલાકાત લીધી છે. રસપ્રદ વાત એ છે કે આ ભયને વધારવામાં ફિલ્મ ઉરીનો ખુબ મોટો હાથ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ રાવલપિંડી હેડક્વાર્ટરવાળી 10 કોર અને ગિલગિટ હેડક્વાર્ટરવાળા કમાન્ડરોએ સતત છંબ, ગુલટારી, વાઘ, મુઝફ્ફરાબાદ, હાજી પીર અને કોટલી સેક્ટરોના ફોરવર્ડ વિસ્તારોની મુલાકાત લીધી છે. પાકિસ્તાની સેનાની 23 ડિવિઝન, 16 ડિવિઝન, 12 ડિવિઝન, 7 ડિવિઝન, અને 6 પીઓકે બ્રિગેડની તહેનાતીના વિસ્તારોમાં પાકિસ્તાની સેનાના કમાન્ડરોએ મુલાકાત લીધી છે. આ તમામ વિસ્તારોમાં પાકિસ્તાની સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. આ તમામ નિયંત્રણ રેખા પારના એ વિસ્તારો છે જ્યાંથી પાકિસ્તાની સેના કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવે છે અને કાં તો આતંકવાદીઓના લોન્ચિંગ પેડ્સ છે. પાકિસ્તાની ેસનાની 10 કોર જમ્મુ અને કાશ્મીરમાં કાર્યવાહી માટે સીધી જવાબદાર હોય છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...