કેપટાઉન: અનેક લોકોને સિગરેટનો કશ લગાવવાનો ખુબ શોખ હોય છે. ધીરે ધીરે આ શોખ ક્યારે લતમાં ફેરવાઈ જાય છે તે ખબર પડતી નથી. જો કે સિગરેટનો શોખ કે લત સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. દક્ષિણ આફ્રિકાથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જે જોઈને તમારા હોશ ઉડી જશે. સિગરેટ પીવાની આદત એક મહિલાને ભારે પડી ગઈ. મહિલાની આંગળીઓનો રંગ કાળો પડી ગયો છે એટલું જ નહીં મહિલાની આંગળીઓ ગળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13 વર્ષની ઉંમરથી સ્મોકિંગ
ધ સનમાં છપાયેલા એક અહેવાલ મુજબ આ મહિલાનું નામ મેલિન્ડા જાનસેન વેન વુરેન છે. તેની ઉંમર હાલ 48 વર્ષ છે. તે દક્ષિણ આફ્રિકાની રહીશ છે. મેલિન્ડાનું કહેવું છે કે તે 13 વર્ષની ઉંમરથી સિગરેટ પી રહી છે. તેને સ્મોકિંગની એટલી આદત પડી ગઈ કે તે એક દિવસમાં 15 જેટલી સિગરેટ પી જતી હતી. 


2021થી હાથમાં થવા લાગ્યો ફેરફાર
તેણે જણાવ્યું કે પહેલા તો કોઈ મુશ્કેલી ન થઈ પરંતુ વર્ષ 2021થી તેના હાથમાં ફેરફાર થવાનો શરૂ થઈ ગયો. પહેલા હાથનું ટેમ્પરેચર બદલાવવા લાગ્યું. પછી તે નરમ પડવા લાગ્યા. ત્યારબાદ આંગળીઓનો રંગ પહેલા રિંગણીયો થઈ ગયો અને પછી કાળો પડી ગયો. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube