આ દેશ NATO માં જોડાતા પુતિન અકળાયા, પહેલીવાર રશિયાની બહાર તૈનાત કર્યા પરમાણુ હથિયાર
Vladimir Putin: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. બંને દેશો વચ્ચે સંબંધ સુધરવાની જગ્યાએ સતત બગડી રહ્યા છે. પશ્ચિમી દેશ રશિયા વિરુદ્ધ સતત રણનીતિ તૈયાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે ફિનલેન્ડને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ચિંતા વધી ગઈ છે.
Vladimir Putin: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. બંને દેશો વચ્ચે સંબંધ સુધરવાની જગ્યાએ સતત બગડી રહ્યા છે. પશ્ચિમી દેશ રશિયા વિરુદ્ધ સતત રણનીતિ તૈયાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે ફિનલેન્ડને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ચિંતા વધી ગઈ છે. ફિનલેન્ડ NATO માં સામેલ થઈ ગયું છે. આજે NATO ની 74મી વર્ષગાંઠ પર ફિનલેન્ડને આ શક્તિશાળી સંગઠનમાં એન્ટ્રી મળી ગઈ. NATO ના આ નિર્ણયથી વ્લાદિમિર પુતિનની ચિંતા વધી ગઈ છે.
NATO અને ફિનલેન્ડની જુગલબંધી વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને બેલારૂસમાં પરમાણુ હથિયારોની તૈનાતીની જાહેરાત કરી છે. ફિનલેન્ડના NATO માં સામેલ થવાથી સંઘર્ષનું જોખમ વધી ગયું છે. આવામાં રાષ્ટ્રપતિ પુતિને બેલારૂસમાં વ્યૂહાત્મક રણનીતિ હેઠળ રશિયન પરમાણુ મિસાઈલો તૈનાત કરવાની જાહેરાત કરી છે.
આ જવાનનો Video જોઈ ચોંકી જશો, બંદૂક અને ગોળી અંગે તમારી બધી માન્યતા તૂટી જશે
US Economy: ડિફોલ્ટરની નજીક અમેરિકા! આખી દુનિયા હલી જશે, લાખો નોકરીઓ પર ખતરો
તમે ક્યારેય જોયો છે આટલો મોટો ઉંદર ? વીડિયો જોઈને લોકો ફફડી ગયા, ઘરમાં આવી જાય તો ..
પુતિને યુક્રેન સાથે જંગમાં પશ્ચિમની સાથે વધેલા તણાવને તેનું કારણ ગણાવ્યું. આ સાથે જ ક્રેમલિનના તાજા નિવેદનમાં કહેવાયું કે ફિનલેન્ડનું NATO માં જોડાવવું એ અમને જવાબી કાર્યવાહી માટે મજબૂર કરવા જેવું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ડેપ્યુટી એમ્બેસેડરે પુતિનના આ નિર્ણયને ખતરનાક અને રશિયાને અસ્થિર કરનારું ગણાવ્યું છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના એમ્બેસેડરે તેને રશિયન સંઘ અને બેલારૂસની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વનું ગણાવ્યું છે. 1991માં સોવિયેત સંઘના તૂટ્યા બાદ પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે રશિયાએ પોાતની બોર્ડરની બહાર પરમાણુ હથિયારોની તૈનાતીનો નિર્ણય લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube