Russia Warns Finland: ફિનલેન્ડના પ્રધાનમંત્રીની જાહેરાતથી ડરી ગયું રશિયા, આપી હુમલાની ધમકી, જાણો કેમ ડરે છે પુતિન
Russia Warns Finland Sanna Marin On Nato: યુક્રેનમાં તબાહી મચાવી રહેલા રશિયાએ હવે ફિનલેન્ડને સૈન્ય કાર્યવાહીની ધમકી આપી છે. હકીકતમાં રશિયાની આર્થિક રાજધાની સેન્ટ પીટર્સબર્ગ ફિનલેન્ડની નજીક આવેલી છે અને હવે રશિયાને ડર લાગી રહ્યોછે કે નાટો ફિનલેન્ડના માર્ગે તેની સરહદ સુધી પહોંચી શકે છે.
માસ્કોઃ યુક્રેન પર બોમ્બનો વરસાદ કરી રહેલા રશિયાએ હવે યુરોપના નાના દેશ ફિનલેન્ડને સૈન્ય કાર્યવાહીની ધમકી આપી છે. રશિયાએ કહ્યુ કે, જો ફિનલેન્ડે નાટો જોઈન કર્યુ તો વિનાશક પરિણામ ભોગવવા પડશે. તેમાં સૈન્યની સાથે-સાથે રાજદ્વારી કાર્યવાહી સામેલ છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે બિન-જોડાણયુક્ત રહેવાની ફિનલેન્ડની પ્રતિબદ્ધતાને ઉત્તરી યુરોપની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ફેક્ટર માનીએ છીએ. આ પહેલાં ફિનલેન્ડના પ્રધાનમંત્રીએ ધમકી આપી હતી કે જો તેના રાષ્ટ્રીય હિતો પર સંકટ આપ્યું તો તે નાટોના સભ્ય માટે અરજી કરશે.
ફિનલેન્ડના પ્રધાનમંત્રી સાના મારિને દેશની સંસમદાં કહ્યું, જો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો વધ્યો તે ફિનલેન્ડ નાટોના સભ્ય માટે અરજી કરવા તૈયાર છે. રશિયાની યુક્રેન પર કાર્યવાહીએ એકવાર ફરી તે ડિબેટ શરૂ કરી કે શું ફિનલેન્ડે નાટોમાં સામેલ થવું જોઈએ કે નહીં. તે પણ ત્યારે જ્યારે રશિયા યુરોપમાં નાટોના વિસ્તારનો આકરો વિરોધ કરી રહ્યું છે. આ પહેલા ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અને પીએમે કહ્યું હતું કે, તેની પાસે કોઈપણ સમયે નાટોનું સભ્ય પદ લેવાનો વિકલ્પ હાજર છે.
આ પણ વાંચોઃ યુક્રેનનો મોટો દાવો- 1000 રશિયાના સૈનિકોને ઠાર કર્યા, રશિયા બોલ્યું- અમે 211 સૈન્ય કેમ્પોને તબાહ કર્યા
ફિનલેન્ડના પ્રધાનમંત્રીની જાહેરાતથી રશિયા ભડક્યું
પ્રધાનમંત્રી મારિને પોતાના એક અલગ ભાષણમાં કહ્યું કે, પ્રત્યેક દેશને પોતાની સુરક્ષા નીતિ પર નિર્ણય કરવાનો અધિકાર છે. તેમણે કહ્યું, 'આપણે દેખાડ્યું છે કે આપણે ભૂતકાળમાંથી શીખ લીધી છે. અમે અમારા દેશમાં યુદ્ધ નહીં થવા જઈએ. હકીકતમાં ફિનલેન્ડનું નાટોમાં સામેલ થવું રશિયા માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. ફિનલેન્ડની ભૌગોલિક સ્થિતિ રશિયાને હંમેશા ડરાવતી રહી છે. જે નાટોથી બચવા માટે રશિયા યુક્રેનમાં હુમલો કરી રહ્યું છે. તો નાટો યુક્રેન દ્વારા નહીં તો ફિનલેન્ડ દ્વારા રશિયાની સરહદ સુધી પહોંચી શકે છે.'
હકીકતમાં રશિયાની વ્યાપારિક રાજધાની અને અબજોપતિઓનું શહેર સેન્ટ પીટર્સબર્ગ ફિનલેન્ડની સરહદે આવેલું છે. જો ફિનલેન્ડ નાટોનું સભ્ય બને તો રશિયાના ઉત્તરી મોર્ચા પર પણ નાટો પહોંચી જશે અને ભવિષ્યમાં તણાવ વધી શકે છે. આ કારણ છે કે રશિયાના વિદેશ મંત્રાલયે ન માત્ર ફિનલેન્ડ પરંતુ સ્વીડનને પણ સૈન્ય કાર્યવાહીની ધમકી આપી છે. સેન્ટ પીટર્સબર્ગ શહેર બાલ્ટિક સમુદ્રને અડીને છે અને આ સમુદ્રની બીજી બાજુ ફિનલેન્ડ છે. અમેરિકાની ન્યુક્લિયર સબમરીન પણ અવારનવાર અહીં આવે છે. યુએસ નેવી અને એરફોર્સ નાટોમાં જોડાતાની સાથે જ ફિનલેન્ડ સુધી પહોંચશે.
આ પણ વાંચોઃ સેન્ટ પીટર્સબર્ગથી લઈને જોર્જિયા, યુએનથી લઈને તાઇવાન સુધી, યુક્રેન પર રશિયાના હુમલાનો વિશ્વમાં વિરોધ
રશિયાનો ઈરાદો જોઈ એલર્ટ થઈ ગયું ફિનલેન્ડ
એટલું જ નહીં જો રશિયા ફિનલેન્ડને નિશાન બનાવે છે તો નાટો દેશ તેની મદદ માટે આવી જશે. બીજી તરફ ફિનલેન્ડ સામે રશિયાના વધતા ખતરાને જોતા ફિનલેન્ડને હવે ડર સતાવી રહ્યો છે કે તેણે પોતાની તૈયારી વધુ મજબૂત કરવી પડશે. રશિયા પણ ફિનલેન્ડની ઊર્જા નીતિને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે ફિનલેન્ડે રશિયામાં મોટા વ્યૂહાત્મક રોકાણથી દૂર રહેવું જોઈએ. તે જ સમયે, રશિયા સાથે સંબંધો હોવા છતાં, યુરોપિયન દેશોએ તેની જાણ કરતા રહેવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube