Fire at Railway Track: શું તમે ક્યારેય રેલવેના પાટાને ગળી જતાં જોયા છે? કદાચ નહી. પરંતુ હવે આ સવાલનો જવાબ બદલાઇ ગયો છે. જોકે 11 જુલાઇના રોજ લંડનમાં એક પુલ પર ટ્રેનના પાટાઓ પર આગ લાગી ગઇ, જ્યારે શહેરમાં વધતા જતા તાપમાન વચ્ચે એક તણખલાએ લાકડાના બીમને સળગાવી દીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે ટ્રેક પર લાગી આગ
વિદેશી સમાચાર વેબસાઇટ એક્સપ્રેસના અનુસાર આ ઘટના વેડ્સવર્થ રોડ અને લંડન વિક્ટોરિયા (Wandsworth Road and London Victoria) ની વચ્ચે એક રેલવે ટ્રેક પર થઇ. દક્ષિણ પૂર્વ રેલવેના મેનેજમેન્ટ નિર્દેશક સ્ટીવ વ્હાઇટે ટ્વિટર પર આગનો એક ફોટો શેર કર્યો અને આગળ પર તાત્કાલિક એક્શન માટે રેલ કંપની અને લંડન ફાયર બ્રિગેડનો આધાર વ્યક્ત કર્યો. જવાબમાં નેટવર્ક રેલ સાઉથઇસ્ટે પણ આગનો એક ફોટો શેર કર્યો અને ભાર પૂર્વક કહ્યું કે આગામી અઠવાડિયામાં ગરમી એક ગંભીર પડકાર બનશે. 


પટાને બદલી દેશે રેલવે?
તમને જણાવી દઇએ કે રેલવે ટ્રેક વચ્ચે લાગેલા લાડકામાં આગ લાગી હતી. ત્યારબાદ તે રૂટની ટ્રેનોને બીજા રૂટ પર ડાયવર્ટ કરી દેવામાં આવ્યું. તે ઉપરાંત રેલવે આશ્વાસન આપ્યું કે ઓપરેશન માટે ફિટ લાઇન પાસ કરી દેવામાં આવી છે. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી કે આ આગ લગાવનાર પાટાઓને બદલ્વામાં આવે કે નહી.


UK માં પડી રહી છે ભયંકર ગરમી 
આ ઘટના એટલા માટે કારણ કે દેશમાં ગરમી ખૂબ વધુ છે. બીબીસીના અનુસાર યૂનાઇટેડ કિંગડમ (UK) માં હાલ 34 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન છે. હવામાન વિભાગે લોકોને ગરમીના કારણે સંભવિત સ્વાસ્થ્ય અને પરિવહન સંબંધી સમસ્યાઓથી આગાહ કરવા માટે અતિઆધુનિક હવામાનની ચેતાવણી જાહેર કરી છે. 


ગરમીથી બેહાલ છે સ્થાનિક લોકો
સાથે જ લેવલ થ્રી હીટ-હેલ્થ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જે કથિત રીતે સમગ્ર દક્ષિણ, મિડલેંડ્સ અને ઇગ્લેંડના પૂર્વી ભાગમાંથી છે. અધિકારીઓએ લોકોને જો શક્ય હોય તો ઘરની અંદર જ રહે અને ગરમીથી બચવા માટે પાણી પીવાની સલાહ આપી. તેમણે કહ્યું કે ગરમી સ્વાસ્થ્ય એલર્ટ આગામી અઠવાડિયા સુધી રહેવાની આશા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube