VIDEO: ટ્રમ્પ ટાવરના 50માં માળે આગ ફાટી નીકળી, US રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને આપી માહિતી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંગત ઈમારત ટ્રમ્પ ટાવરમાં અચાનક આગ ફાટી નીકળી.
નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંગત ઈમારત ટ્રમ્પ ટાવરમાં અચાનક આગ ફાટી નીકળી. ખુબ મથામણ બાદ આગને કાબુમાં કરી લેવાઈ. આ ઘટનામાં જો કે કોઈ જાનમાલની હાનિના સમાચાર નથી. ટ્રમ્પે બિલ્ડીંગના પણ વખાણ કરતા કહ્યું કે તેના કન્સ્ટ્રક્શનના કારણે આગ વધુ ફેલાઈ ન શકી અને તરત ઓલવાઈ દેવાઈ. ટ્રમ્પે ફાયરકર્મીઓના પણ વખાણ કર્યા જેમણે આગને વધતા તો રોકી જ પરંતુ જલદી કાબુમાં પણ લાવી દીધી.
ટ્રમ્પે પોતે આ અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી જાણકારી આપી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે ટ્રમ્પ ટાવરમાં લાગેલી આગને બુઝાવી દેવાઈ છે. બિલ્ડિંગનું નિર્માણ ખુબ સારી રીતે કરાયું છે. ફાયરની ટીમે શાનદાર કામ કર્યું.
ન્યૂયોર્ક શહેરમાં આવેલા ટ્રમ્પ ટાવરમાં આગ લાગ્યા બાદ 3 એલાર્મ વાગ્યા. થોડીવારમાં ટ્રમ્પ ટાવરની નીચે ઈમરજન્સીની ગાડીઓ આવીને ઊભી રહી ગઈ તથા રસ્તાને પણ બંધ કરી દેવાયો. જેના કારણે અવરજવર ખોરવાઈ હતી.