Fire therapy: સારવારની અનોખી પદ્ધતિ, ડૉક્ટર દર્દીના શરીરને લગાવે છે આગ, જાણો વિગતો
Ajab Gajab News: સારવાર માટે દુનિયાભરમાં અનેક પ્રકારના પ્રયોગ અજમાવવામાં આવે છે. દુનિયામાં મોટાભાગે સારવાર માટે એલોપેથિક પદ્ધતિ (Allopathic Treatment) અપનાવવામાં આવતી હોય છે. પણ આ એક અજીબોગરીબ પદ્ધતિ છે.
Ajab Gajab News: સારવાર માટે દુનિયાભરમાં અનેક પ્રકારના પ્રયોગ અજમાવવામાં આવે છે. દુનિયામાં મોટાભાગે સારવાર માટે એલોપેથિક પદ્ધતિ (Allopathic Treatment) અપનાવવામાં આવતી હોય છે. આ ઉપરાંત હોમિયોપેથિક (Homeopathic Treatment) અને આયુર્વેદિક પદ્ધતિ (Ayurvedic Treatment)થી પણ સારવાર થાય છે. જ્યારે કેટલાક લોકો જડીબુટ્ટી (Treatment with Herbs) નો પણ સહારો લે છે. પરંતુ આજે અમે તમને સારવાર માટેની એક અનોખી પદ્ધતિ અંગે જણાવીશું. આ પદ્ધતિ વિશે જાણીને તમારા હોશ ઉડી જશે.
છેલ્લા 100 વર્ષથી અપનાવવામાં આવી રહી છે આ પદ્ધતિ
આ પદ્ધતિનું નામ છે ફાયર થેરાપી. એટલે કે જે પણ વ્યક્તિને સારવારની જરૂર પડે તેના શરીરને ડોક્ટર આગ લગાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પદ્ધતિ ચીનમાં છેલ્લા 100 વર્ષ કરતા પણ વધુ સમયથી અપનાવાઈ રહી છે. દાવો છે કે અનેક ગંભીર અને અસાધ્ય રોગોની સારવાર આ થેરાપીના માધ્યમથી થાય છે. તેના વિશે જાણીને તમને પણ કહેશો કે આ થેરાપી દુનિયામાં સૌથી અલગ છે. ચીનમાં અનેક બીમારીઓ આ થેરાપીથી ઠીક થઈ છે.
માનવ ઈતિહાસની ચોથી ક્રાંતિ માને છે ચીની લોકો
ફાયર થેરાપીથી લોકોની સારવાર કરતા ઝાંગ ફેંગાઓ કહે છે કે માનવ ઈતિહાસમાં ફાયર થેરાપી ચોથી મોટી ક્રાંતિ (Fourth Revolution) જેવી છે. તેમનું માનવું છે કે ફાયર થેરાપીએ ચીની અને પશ્ચિમી પદ્ધતિઓને પાછળ છોડી છે. ચીનના લોકો માને છે કે ફાયર થેરાપીથી ડિપ્રેશન, તણાવ, વાંઝિયાપણું અને કબજીયાતથી લઈને કેન્સર સુધીની સારવાર શક્ય છે. ફાયર થેરાપી ચીનની પ્રાચીન માન્યતાઓ (Ancient beliefs of China) પર આધારિત સારવારની રીત છે.
FB નું વળગણ દૂર કરવા લાફા મારવા રાખી એક યુવતી!, એલન મસ્ક પણ થઈ ગયા પ્રભાવિત
દર્દીની પીઠ પર આ પ્રકારે લગાવાય છે આગ
આ રીતથી સારવાર માટે દર્દીની પીઠ પર પહેલા જડીબુટ્ટીઓનો લેપ લગાવવામાં આવે છે. ત્યારબાદ તેની પીઠને ટુવાલથી ઢાંકી દેવાય છે. ત્યારબાદ તે ટુવાલ પર પાણી તથા આલ્કોહોલનો છંટકાવ થાય છે. સૌથી છેલ્લે દર્દીની પીઠ પર આગ લગાવવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા સારવાર દરમિયાન શરીરમાં ગરમી અને ઠંડક વચ્ચે સામંજસ્ય બેસાડાય છે.
ફાયર થેરાપી અંગે થઈ ચૂક્યા છે અનેક સવાલ
ચીનમાં ભલે ફાયર થેરાપી ખુબ લોકપ્રિય હોય પરંતુ તેને લઈને દુનિયામાં અનેક સવાલ પણ ઊભા થયેલા છે. ચીનમાં અનેક ઝોલાછાપ ડોક્ટરો આ થેરાપીથી સારવાર કરે છે. તેમની પાસે કોઈ સર્ટિફિકેટ હોતું નથી. આ ઉપરાંત સારવાર દરમિયાન કોઈ દુર્ઘટનાથી બચવા માટે સુરક્ષા વ્યવસ્થા હોતી નથી. તેમા અનેકવાર દર્દીઓના જીવ સંકટમાં આવી જાય છે.
Sun Storm: પૃથ્વી પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ? સૂરજમાંથી નીકળી રહી છે 'નરભક્ષી' કિરણો
આ થેરાપીથી સારવાર દરમિયાન અનેક લોકોને ઈજા પણ થઈ છે અને કેટલાક દર્દીઓના ચહેરા અને શરીરના બીજા ભાગ દોઝી પણ ગયા. પરંતુ આ અંગે વાત કરતા ઝાંગ ફેંગાઓ કહે છે કે આ યોગ્ય રીત ન અપનાવવાના કારણે થયું. તેમણે સેંકડો લોકોને ફાયર થેરાપી શીખવાડી છે. હજારો લોકોનો આ થેરાપીથી ઈલાજ કર્યો છે. પરંતુ કોઈ દુર્ઘટના ઘટી નથી. ઝાંગ ફેંગાઓ કહે છે કે ભયંકર બીમારીઓની સારવારમાં ભારે ભરખમ પૈસા લાગે છે જે દરેકને પોસાય તેમ નથી હોતું. આવામાં ફાયર થેરાપી તેમના માટે જાદુ જેવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube