`મહાયુદ્ધ`ની તૈયારી કરી રહ્યા છે તાનાશાહ કિમ જોંગ ઉન? કોરિયાઇ બોર્ડર પર હલચલ શરૂ
તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un)ને લઇને નોર્થ કોરિયા (North Korea)એ સસ્પેન્સ ખતમ કરી દીધું છે. 20 દિવસ બાદ તાનાશાહ કિમ ફરીથી દુનિયાની સામે આવ્યા છે ત્યારે તેમની પાસે તબાહીનો ફોર્મૂલા છે.
નવી દિલ્હી: તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un)ને લઇને નોર્થ કોરિયા (North Korea)એ સસ્પેન્સ ખતમ કરી દીધું છે. 20 દિવસ બાદ તાનાશાહ કિમ ફરીથી દુનિયાની સામે આવ્યા છે ત્યારે તેમની પાસે તબાહીનો ફોર્મૂલા છે. તાનાશાહ કિમ જોંગે પોતાના અજ્ઞાતવાસમાં ઘણા કાવતરા માથે ચઢાવ્યા છે. તેણે સૌથી મોટી મુસીબત તો પોતાના કટ્ટર દુશ્મન સાઉથ કોરિયા માટે ઉભી કરી દીધી છે. તાનાશાહની વાપસીની સાથે જ કોરિયાઇ બોર્ડર પર તણાવ વધી ગયો છે. જે એક મોટા સંકટના સંકેત આપી રહ્યા છે.
દુનિયા આ સસ્પેંસમાં હતી કે નોર્થ કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉન જીવિત છે કે મરી ગયા. દુનિયા રહસ્યમયી દેશ ઉત્તર કોરિયાની અંદર એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહી હતી કે આખરે કેમ જોંગ ઉનનું શું થયું. 20 દિવસની ગુમ થયા બાદ ઉત્તર કોરિયા સાથે એક ફેક્ટરીના ઉદઘાટનનો વીડિયો સામે આવ્યો અને દાવો કરવામાં આવ્યો કિમ જોંગ ઉન સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય છે.
કોરિયા બોર્ડર પર એક્શન શરૂ
બીજી તરફ તાનાશાહનું સસ્પેંસ ખતમ થયું બીજી તરફ કોરિયામાં એક્શન શરૂ થઇ ગયું. કિમ જોંગ ઉનના 20 દિવસ સુધી ગાયબ રહ્યા બાદ પરત ફર્યા બાદ નોર્થ અને સાઉથ કોરિયાની વચ્ચે માહોલ બગાડવા લાગ્યો છે. જોંગની વાપસી સાથે નોર્થ કોરિયા તરફથી આક્રમતા જોવા મળી રહી છે.
ફર્ટિલાઇઝર ફેક્ટરીના ઉદઘાટનનું રહસ્ય
કિમ જોંગ ઉનએ જે ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદઘાટન કર્યું તેની લિંક નોર્થ કોરિયાની એટમી સાજિમ સાથે જોડાયેલા રહ્યા છે. પરંતુ સૌથી વધુ તણાવ વધવાની વાત વધારનાર વાત એ છે કે કિમ જોંગની વાપસી બાદ ઘણા વર્ષથી શાંત ચાલી રહેલા નોર્થ અને સાઉથ કોરિયાઓની સીમાઓ પર ચિંગારી ભડકી રહી ચે.
જોકે સાઉથ કોરિયા તરફથી કોઇપણ પ્રકારના નુકસાન ન થવાની વાત કહેવામાં આવી છે. પરંતુ નોર્થ કોરિયા સાથે આ અંગે અત્યાર સુધી કોઇ સૂચના આવી નથી. જોકે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની આક્રમકતા અને સનક ક્યારેય પણ તે વિસ્તારમાં મહાવિનાશને આમંત્રિત કરી શકે છે. તાનાશાહનું મગજ ફર્યું તો ગમે ત્યારે ખતરનાક પગલું ભરી શકે છે.
જોકે દુનિયાના સૌથી ખતરનકા ક્ષેત્રોમાં સામેલ કોરિયાઇ બોર્ડર અત્યારે સળગી રહી છે. તાનાશાહ કિમ જોંગ ઉનની વાપસી બાદ આ વાત પર સલાહ ઉભા થઇ રહ્યા છે કે શું કોઇ મોટા મિશનની તૈયારી માટે તાનાશાહ ભૂમિગત થયું હતું. શું તાનાશાહનું આ ગુપ્ત મિશન કોઇ મોટી તબાહી લાવી શકે છે?