મોનાલી સોની, અમદાવાદઃ જો તમે એવુ માનતા હોવ કે ઈમોજી (Emoji) આજના જમાનાની દેન છે તો આ વીડિયો તમારે ચોક્કસથી જોવો જોઈએ. કારણકે ઈમોજીની શરૂઆત 17મી શાતાબ્દીમાં જ થઈ ચૂકી હતી. 2014માં અંગ્રેજી વેબસાઈટ ‘ધ એટલેન્ટિક’માં છપાયેલા એક લેખમાં જણાવાયું કે, 1648માં લખવામાં આવેલી એક કવિતા મળી છે. જેમાં સ્માઈલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Health Tips: પોષણથી ભરપુર છે આ શાક, જાણો ઉનાળામાં સેવન કરવાના ફાયદા


‘ટુ ફોર્ચ્યુન’ નામની આ કવિતાની બીજી લાઈનમાં સ્માઈલી બનેલુ જોવા મળ્યું. જેનો અર્થ એમ થાય છે કે ઈમોજીનો ઉપયોગ આજકાલથી નહીં પરંતુ 200 વર્ષ પહેલાથી થતો આવ્યો છે. અત્યારની વાત કરવામાં આવે તો પહેલી ઈમોજી 17 જુલાઈ, 1999માં જાપાનનાં કલાકાર શિગેટાકા કુરિતા (Shigetaka Kurita)એ બનાવી હતી. શિગેટાકા જાપાનની મોબાઈલ કંપની ડોકોમો (DOCOMO)ના ઈન્ટરનેટ પ્લેટફોર્મને તૈયાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે 176 પ્રકારના ઈમોજી તૈયાર કર્યા જે સરળ રીતે માહિતી પહોંચાડવામાં મદદરૂપ થઈ શકે.


એક જ દિવસમાં 1 લાખ લોકો વાયરસની ઝપેટમાં આવતા Stock Market ને લાગ્યું કોરોનાનું ગ્રહણ


આ ઈમોજી હાલ ન્યૂયોર્કના મોર્ડન આર્ટ સંગ્રહાલયનો એક હિસ્સો છે. શિગોટાકાએ એવા ઈમોજી બનાવ્યા જે મોસમનો હાલ, ટ્રાફિક, ટેક્નોલોજી જેવી બેઝિક વાતો દર્શાવી શકે. ધીમે ધીમે ઈમોજીનો ઉપયોગ અન્ય કંપનીઓ પણ કરવા લાગી. 2007માં ગૂગલની સોફ્ટવેર ઈન્ટરનેશનલાઈઝ ટીમે ઈમોજીની યુનિકોડ કોન્સર્ટ (Unicode consent) પાસે માન્યતા મેળવવા માટેની અરજી આપી. યુનિકોડ કોન્સર્ટ દુનિયાના દરેક કોમ્પ્યુટરના ટેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં સમાનતા જાળવી રાખવાનું કામ કરે છે. એટલે કે તમે આ કંપનીને કોમ્પ્યુટરની દુનિયાનું સંયુક્ત રાષ્ટ્ર પણ કહી શકો છો. તમે જે ભાષામાં તમારી વાત લખો છો, તે દુનિયાના દરેક પ્લેટફોર્મ પર એક સરખી દેખાય તેની જવાબદારી યુનિકોડની હોય છે. 2010માં યુનિકોડે ઈમોજીને સ્ટાર્ન્ડરાઈઝ્ડ કર્યુ, જ્યારબાદ ઈમોજી પોતે એક ભાષા બની ગઈ. જેથી તમે કોઈને યલો કલરનું સ્માઈલી ફેસ ઈમોજી મોકલશો તો તેને એ જ મળશે. આમ કરવુ પહેલા સરળ ન હતુ.


Longest Wedding Veil: દુનિયાનો સૌથી લાંબો વેડિંગ ડ્રેસ, દુલ્હને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ


ઈમોજી કયુ હશે, કયા રંગનું રહેશે આ વાત પણ એમ જ નક્કી નથી થઈ. જેવી રીતે શર્ટ, ટોપી, વિંટી વગેરેના રંગ વિશે લાંબી લાંબી મિટિંગ થાય છે. ઘણા દેશ અને સંસ્કૃતિ એ વાતની ફરિયાદ કરી ચૂક્યા છે કે, ઈમોજીમાં તેઓ યોગ્ય પ્રકારે રિપ્રેસન્ટ નથી થતી. જ્યારબાદ યુનિકોડે કેટલાક એવા ઈમોજી તૈયાર કર્યા જે સમાજના દરેક વર્ગ અને દરેક સંસ્કૃતિનો વિચાર કરે. જે પુરુષ, મહિલા, બાળકો, સમલૈંગિકની ભાવનાને વ્યક્ત કરવામાં મદદરૂપ થઈ શકે. એવા ઈમોજીને તૈયાર કરવાની કામગીરી ચાલુ છે જેનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ પોતાના દિલની વાત રજૂ કરી શકે. ઓનલાઈન રહેવાવાળા અંદાજે 52 ટકા લોકો ઈમોજીનો ઉપયોગ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર અડધાથી વધુ પોસ્ટ ઈમોજીથી ભરેલી હોય છે. ઈમોજીથી કોઈને ખતરો નથી. પરંતુ શબ્દોના ભવિષ્યને ચોક્કસથી ખતરો રહેલો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube