બ્રાસીલિયા: બ્રાઝીલ (Brazil)ની પ્રથમ મહિલા અને દેશની એક અન્ય કેબિનેટ મંત્રીને કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમત થયાની પુષ્ટિ થઇ છે. વિજ્ઞાન તેમજ તકનીકી મંત્રી માર્કોસ પોન્ટ્સે ટ્વીટ કર્યું હતું કે તેઓ પણ સંક્રમિત થયા છે અને હાલમાં તેઓ એકલતામાં જીવે છે. તે દેશના રાષ્ટ્રપતિ, જેર બોલ્સોનારોના મંત્રીમંડળના પાંચમાં સભ્ય છે, જે સંક્રમિત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના સંકટના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નહી યોજાય: ડોનાલ્ડ ટ્રમ્પ


ત્યારબાદ રાષ્ટ્રપતિની પ્રેસ કાર્યલયે નિવેદન જાહેર કરાત જણાવ્યું કે પ્રથમ મહિલા મિશેલ બોલ્સોનારો પણ સંક્રમિત થયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મિશેલ સ્વસ્થ લાગે છે પરંતુ તે ચોક્કસ પ્રોટોકોલનું પાલન કરશે.


આ અગાઉ 7 જુલાઈએ રાષ્ટ્રપતિએ પણ પોતાને સંક્રમિત થયા હોવાની જાહેરાત કરી હતી. જો કે, તેઓ હવે સંક્રમણથી મુક્ત થઈ ગયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube