નવી દિલ્લીઃ વર્ષ 2021 માટે દુનિયાના સૌથી મોટા અવોર્ડ એટલેકે, ઓસ્કર અવોર્ડ (Oscar Awards) ની જાહેરાત થઈ ચૂકે છે. આ વર્ષે ઓસ્કરમાં બેસ્ટ એક્ટરનો અવોર્ડ ધ ફાધર માટે એન્થની હોકિંસને મળ્યો છે. પણ શું આપ જાણો છોકે, પહેલો ઓસ્કાર અવોર્ડ એક કૂતરાને મળવાનો હતો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ વર્ષે ઓસ્કરમાં નોમાડલેંડે બાજી મારી લીધી છે. આ વર્ષે ઓસ્કરમાં નોમાડલેંડ (Nomadland) ફિલ્મનો જલવો જોવા મળ્યો. તેને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ પ્રાપ્ત થયો. સાથે જ આ ફિલ્મે બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ ડાયરેક્ટરનો અવોર્ડ પણ પોતાના નામે કર્યો.  આ વર્ષે ઓસ્કરમાં બેસ્ટ એક્ટરનો અવોર્ડ ધ ફાધર (The Father) માટે એન્થની હોકિંસ (Anthony Hawkins) ને મળ્યો છે. 


અમિલ જૈનિંગ્સને મળ્યો હતો પહેલો ઓસ્કરઃ
આજે અમે આપને ઓસ્કર સાથે જોડાયેલી એક રોચક કહાની જણાવી રહ્યાં છીએ. જેના વિશે કદાચ આપે આનાથી પહેલાં કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય. ઓસ્કર અવોર્ડ્સની શરૂઆત 1929માં થઈ હતી. જ્યારે જાણીતી ફિલ્મ કંપની લુઈસ બી મેયર (Louis B. Mayer) ની આગેવાનીમાં હોલીવુડમાં અકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સનો પાયો નાંખવામાં આવ્યો હતો. સૌથી રસપ્રદ કહાની તો છે પહેલાં ઓસ્કર અવોર્ડની. સત્તાવાર રીતે તો પહેલો ઓસ્કર અવોર્ડ જર્મન કલાકાર અમિલ જૈનિંગ્સ (Emil Jannings) એ જીત્યો હતો. એ અમિલ જેમણી પછી થી જર્મનીના તાનાશાહ હિટલર માટે કામ કર્યું અને નાજી સરકાર માટે ઘણી બધી પ્રચાર ફિલ્મો બનાવી.


Oscars Awards 2021: એન્થની હોપકિન્સને બેસ્ટ એક્ટર, ફ્રાંસેસ મેકડોર્મેન્ડને બેસ્ટ અભિનેત્રીનો Award, ઈરફાન ખાનને અપાઈ શ્રદ્ધાંજલિ


કૂતરાને મળવાનો હતો ઓસ્કરઃ
બીબીસીની રિપોર્ટ મુજબ અમિલ જૈનિંગ્સ (Emil Jannings) આ અવોર્ડના પહેલાં હકદાર નહોંતા. આ અવોર્ડ જર્મન શેફોર્ડ પ્રજાતિના એક કૂતરાએ પહેલાં જીત્યો હતો. જેનું નામ હતું રિન ટિન ટિન (Rin Tin Tin). આ કૂતરાને પહેલાં વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાંસમાં બચાવવામાં આવ્યો હતો. રિન ટિન ટિન (Rin Tin Tin) નામનો આ કૂતરો તે સમયે હોલીવુડમાં એક જાણીતો કલાકાર બની ગયો. તેણે 27 જેટલી ફિલ્મોમાં કામ કર્યું. જેમાંથી 4 ફિલ્મો તો 1929માં રિલીઝ થઈ હતી. આમાંથી એક ફિલ્મમાં આ કૂતરાની શાનદાર એક્ટિંગ માટે અવોર્ડ કમિટીએ તેને ઓસ્કરનો હકદાર ગણાવ્યો હતો.


અવોર્ડની ગરિમા જાળવી રાખવા નિર્ણય બદલ્યોઃ
પહેલાં તો અવોર્ડ કમિટીએ રિન ટિન ટિન નામના કૂતરાને ઓસ્કર અવોર્ડનો હકદાર ગણાવી દીધો હતો. ત્યાર બાદ અકેડમીના પહેલાં પ્રેસિડેંટ લુઈસ મેયર (Louis B. Mayer) ને લાગ્યુંકે, જો પહેલો ઓસ્કર અવોર્ડ કોઈ કૂતરાને આપવામાં આવ્યો તો સારો સંદેશો નહીં જાય. તેથી અવોર્ડ કમિટીને ફરીવાર વોટિંગ કરવા કહેવામાં આવ્યું. ત્યાર બાદ જર્મન એક્ટર અમિલ જૈનિંગ્સને પહેલાં ઓસ્કર અવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube