વોશિંગ્ટન: એચઆઈવી એઈડ્સ એક ખૂબ જ ચેપી અને જીવલેણ બિમારી છે, જે હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાયરસના ચેપને કારણે થાય છે અને અત્યાર સુધી તેને અસાધ્ય માનવામાં આવતું હતું, પરંતુ આ દરમિયાન વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે, અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક નવી ટેકનોલોજીથી HIV ચેપગ્રસ્ત મહિલાની સારવાર કરી છે અને તેમાં મોટી સફળતા હાથ લાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલીવાર મહિલાને એચઆઈવી થયો સ્વસ્થ
અમેરિકામાં એચઆઈવીથી સંક્રમિત એક મહિલા પુરી રીતે સ્વસ્થ થઈ ગઈ છે અને એચઆઈવીમાંથી સ્વસ્થ થનારી આ પહેલી મહિલા બની ગઈ છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વિશ્વભરમાં માત્ર ત્રણ લોકો જ એચઆઈવીમાંથી સ્વસ્થ થયા છે.


અગાઉ માત્ર 2 લોકો જ થયા હતા સ્વસ્થ
અગાઉ માત્ર 2 લોકો જ એચઆઈવીથી સ્વસ્થ થયા હતા. ધ બર્નિલ પેંશેંટ નામથી જાણીતી રિમોથી રે બ્રાઉન 12 વર્ષ સુધી વાયરસના ચુંગલમાંથી મુક્ત થયા અને 2020માં કેન્સરના કારણે તેમનું મોત થયું. જ્યારે વર્ષ 2019 માં એચઆઈવીથી સંક્રમિત એડમ કેસ્ટિલેજોને પણ સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી.


કેવી રીતે કરવામાં આવી મહિલાની સારવાર?
ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચાર અનુસાર, સંશોધકોએ જણાવ્યું કે આ મહિલાની સારવાર સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા કરવામાં આવી હતી. સ્ટેમ સેલ એક વ્યક્તિ દ્વારા દાન કરવામાં આવ્યા હતા, જેની અંદર એચઆઈવી વાયરસ વિરુદ્ધ કૃદરતી પ્રતિકાર કરવાની ક્ષમતા હતી.


સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટમાં એમ્બિલિકલ કોર્ડ એટલે કે ગર્ભનાળનું લોહીનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટેકનિકમાં અમ્બિલિકલ કોર્ડ સ્ટેમ સેલને ડોનર સાથે વધારે મળવવાની જરૂરિયાત પડતી નથી, જેવી રીતે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં થાય છે.


2013 માં HIV ની જાણ થઈ
મહિલાને HIVથી સંક્રમિત હોવાની માહિતી વર્ષ 2013માં મળી હતી. ચાર વર્ષ પછી તેણીને લ્યુકેમિયા હોવાનું નિદાન થયું. આ બ્લડ કેન્સરની સારવાર હેપ્લો-કોર્ડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કોર્ડ બ્લડ આંશિક રીતે મેળ ખાતા દાતા પાસેથી લેવામાં આવ્યું હતું. આ દરમિયાન મહિલાના નજીકના સંબંધીઓએ પણ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેને રક્તદાન કર્યું હતું. મહિલાનું વર્ષ 2017માં છેલ્લી વખત ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને છેલ્લા 4 વર્ષમાં તે લ્યુકેમિયાથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છે. ટ્રાન્સપ્લાન્ટના ત્રણ વર્ષ પછી ડોકટરોએ તેની એચઆઈવીની સારવાર પણ બંધ કરી દીધી અને તે ફરીથી કોઈ વાયરસની પકડમાં આવી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube