નવી દિલ્હી : અમેરિકામાં 5 પાકિસ્તાનીઓને અમેરિકી પરમાણુ ટેક્નોલોજી ચોરી કરતા ઝડપવામાં આવ્યા છે. પાકિસ્તાનનાં રાવલપિંડી ખાતે આવેલા ફંર ટંકનપી બિઝનેસ વર્લ્ડ સાથે સંકળાયેલા પાંચ પાકિસ્તાનીઓ પર અમેરિકામાં આરોપ લાગ્યો છે કે તેમણે પાકિસ્તાનનાં ન્યૂક્લિયર અને મિસાઇલ પ્રોગ્રામ માટે અમેરિકી ટેક્નોલોજીનું સ્મગલિંગ કર્યું છે. આ પાકિસ્તાની અલગ અલગ દેશોમાં રહે છે અને એક્સપોર્ટ નેટવર્કનો હિસ્સો છે. તેમના પર આરોપ છે કે, તેમણે અમેરિકી એક્સપોર્ટ લાયસન્સનાં નિયમોનું ઉલ્લંઘન કર્યું. તેમણે ખરીદનારનું ખોટુ નામ જણાવીને અમેરિકન ઉત્પાદનોને પાકિસ્તાની કંપનીઓ પાસે મોકલ્યા. એટલે કે પાકિસ્તાન હવે અમેરિકાની ટેક્નોલોજીની ચોરી કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકમાં શાહ LIVE: ''શરણાર્થીઓમાં 70 ટકા દલિત, CAAનો વિરોધ કરનારા દલિત વિરોધી''

અમેરિકી એજન્સીએ તેને અમેરિકાના રાષ્ટ્રપતિ સુરક્ષા અને ક્ષેત્રના શક્તિ સંતુલનનો ખતરો ગણાવ્યો છે. આરોપો અનુસાર પાકિસ્તાનીઓએ પાકિસ્તામાં તે સ્થળની ઓળખ છુપાવવાનાં પ્રયાસ કર્યો જ્યાં અમેરિકી ઉત્પાદન મોકલવામાં આવી રહ્યા હતા. તેમણે સામાન ખરીદનારી અને તેના અંતિમ ઉપયોગ કરનારી કંપનીઓનાં ખોટા નામ જણાવ્યા જ્યારે અણેરિકી ઉત્પાદન વાસ્તવમાં પાકિસ્તાન પહોંચ્યા. આ આરોપિઓમાં મોહમ્મદ કામરાનવાળી પાકિસ્તાનમાં રહે છે. મોહમ્મદ અહેસાન બ્રિટનમાં રહે છે. આ તમામ પર આંતરરાષ્ટ્રીય એનર્જી ઇકનોમિક પાવર્સ એખ્ટ અને એક્સપોર્ટ કંટ્રોલ રિફોર્મ એક્ટનાં ઉલ્લંઘનનું કાવત્રું રચવાનાં આરોપો છે. 


આણંદ: બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કરનાર ઠગને થાંભલે બાંધી માર માર્યો

16 વર્ષ પહેલા આ જ મહિનામાં પાકિસ્તાનનું ન્યૂક્લિયર સ્મગલિંગ અને પ્રોલિફરેશન સ્કેન્ડલ પકડાયું હતું. તેમાં પાકિસ્તાની વૈજ્ઞાનિક એ.ક્યુ ખાનની સંડોવણી સામે આવી હતી. ખાને ડચ કંપની રેંકોમાંથી સેંટ્રીફ્યૂઝ ચોર્યા હતા અને તેનાં આધારે જ પાકિસ્તાને 1980માં પરમાણુ બોમ્બ બનાવી લીધો હતો. પાકિસ્તાનનાં વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાને વિશ્વનાં અળગ અલગ દેશો પાસેથી પરમાણુ ટેક્નોલોજી ચોરી હતી. એક અંદાજ અનુસાર નેધરલેન્ડમાં પોતાની નોકરી દરમિયાન અનેક માહિતી એકત્ર કરી પછી અલગ અલગ દેશોમાંથી જરૂરી સામાન અને ટેક્નોલોજીની મદદ લીધી. ચીને પણ પાકિસ્તાનની ઘણી મદદ કરી અને ચીન દક્ષિણ એશિયામાં ભારતની વધતી શક્તિથી પરેશાન હતું. આ મુદ્દે અમેરિકા પણ ચુપ રહ્યું. અબ્દુલ કાદિર ખાન પર આરોપ હતો કે પરમાણુ ટેક્નોલોજી તેણે ત્યાર બાદ ઉત્તર કોરિયા, ઇરાન, લીબિયાને પણ વેચી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube