બેઇજિંગ: દક્ષિણ ચીનમાં ચન્દ્ર નવા વર્ષ દરમિયાન ફટાકડાના એક ગેરકાયદે સ્ટેન્ડમાં વિસ્ફોટ થવાથી પાંચ લોકોના મોત થયા છે. ‘રિપોર્ટર્સ સંડે’ના સમાચાર અનુસાર, ગુઆંગ્શીના દક્ષિણ વિસ્તારના સ્ટેન્ડ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. તેના પર જોખમી સામગ્રી ઉપયોગ કરી દુર્ઘટનાને અંજામ આપવાનો આરોપ છે. મંગળવારે થયેલી આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: જાણો કોણ છે આ શખ્સ, જેને અમેરિકાના કહેવા પર પાકિસ્તાન કરી રહ્યું છે મુક્ત


વકીલોનું કહેવું છે કે, સ્ટેન્ડના સંચાલકની ઓળખ માત્ર તેના ઉપનામ ઝાંગથી થઇ છે. તેણે તેની કરિયાણાની દુકાન બહાર ફટાકડાને ખુબ જ બેદરકારી પૂર્વક મુક્યા હતા. જેમાં કોઇ પણ વસ્તુ સરળતાથી આગ લાગી શકતી હતી. ચીને આ વર્ષે ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર કડક નિયંત્રણ કર્યું છે. તમને જણાવી દઇએ કે બેઇજિંગમાં ચેન્દ્ર નવા વર્ષ દરમિયાન આતિશબાજી કરવી એક મુખ્ય વિધિ છે. એટલા માટે ત્યાંના લોકો આ આતિશબાજી કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ભાગ લેતા હોય છે. મળતી જાણકારી અનુસાર આરોપીની ધરપકડ કરી ઘટનાની તપાસ હાથ ધરી છે.


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...