યંગૂનઃ મ્યાનમારમાં લોકતંત્રના સમર્થક આંદોલનકારીઓ પર સેનાનું દમન જારી છે. રવિવારે યંગૂનમાં સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે. તો દેશના અન્ય ભાગમાં બે લોકોના મોત થયાના સમાચાર છે. ઘટનાસ્થળ સાથે જોડાયેલા વીડિયોમાં પ્રદર્શનકારી ઘરમાં બનેલા શીલ્ડ અને હેલમેટ પહેરી સુરક્ષાદળોનો સામનો કરતા જોવા મળી રહ્યાં છે. દેશના સૌથી મોટા શહેર યંગૂનમાં બે ફેક્ટરીઓને આગને હવાલે કરી દેવાની વાત પણ સામે આવી છે. રવિવારે થયેલી હિંસાને લઈને જ્યારે મીડિયાએ સૈન્ય પ્રવક્તા પાસે તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. તો સેના સમર્થિત એમઆરટીવીએ શનિવારે પ્રસારિત સમાચારોમાં પ્રદર્શનકારીઓને ગુનેગાર કહીને સંબોધિત કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ Viral Video: યુવક-યુવતીને યુનિ.કેમ્પસમાં ખુલ્લેઆમ રોમાન્સ કરવો ભારે પડી ગયો


આંગ સાન સૂની નેશનલ લીગ ફોર ડેમોક્રેસીના વરિષ્ઠ નેતા શનિવારે ફેસબુકના માધ્યમથી જનતા સામે આવ્યા હતા. તેમણે વર્તમાન સમયને સૌથી કાળો સમય ગણાવતા કહ્યું આ તે વાતનો સંકેત છે કે સવાર જલદી આવવાની છે. તેમણે તખ્તાપલટના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવાની વાત ફરી કહી હતી. તો સેન્ટ્રલ મ્યાનમારમાં સ્થિત મોન્વા ટાઉનશિપે પોતાની સ્થાનીક સરકાર અને પોલીસ દળની રચનાની જાહેરાત કરી છે. મગત્વનું છે કે 1 ફેબ્રુઆરીના થયેલા તખ્તાપલટ બાદથી અત્યાર સુધી 80 પ્રદર્શનકારીઓના મોત થયા છે, તો 2100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube