વૈજ્ઞાનિકોએ શોધી ઇલેક્ટ્રોનિક સ્કીન, માનવ કરતા વધુ સારી રીતે કરી શકશે સંવાદ
માનવ સ્કીનમાં સંવેદનશીલ ચેતા કોશિકાઓ હોય છે જે દબાણ, તાપમાન અને અન્ય ખ્યાલનો અનુભવ કરવી શકે છે.
વોશિંગટન: વૈજ્ઞાનિકોએ ખુબજ પાતળી, મુલાયમ ઇલેક્ટ્રોનિક સ્કીન વિકસિત કરી છે. જોકે તેની મદદથી રોબોટ અને કુત્રિમ અંગ બનાવવા અને મનુષ્યોની સાથે વધુ સારી રીતે સંવાદ કરી શકશે. માનવ સ્કીનમાં સંવેદનશીલ ચેતા કોશિકાઓ હોય છે જે દબાણ, તાપમાન અને અન્ય ખ્યાલનો અનુભવ કરવી શકે છે. જેનાથી મનુષ્ય તેમની આસપાસના વાતાવરણનો અનુભવ કરી શકે છે. આ ક્ષમતાઓને પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક લાંબા સમયથી ઇલેક્ટ્રોનિક સ્કીન વિકસિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
પોર્ટુગલની યૂનિવર્સિટી ઓફ કોયમ્બરા અને અમેરિકાની કારનેગી મેલોન યૂનિવર્સિટીના શોધકર્તા એકીકૃત માઇક્રો ઇલેક્ટ્રોનિકની સાથે પાતળા વળવાળી સર્કિટ બનાવવા માટે ઝડપી, સરળ અને સસ્તી વિધિ વિકસિત કરવા માંગે છે.