દરેક ખોટું કામ થતું હોય છે પ્રાઈવેટ જેટમાં, આ યુવતીએ અબજોપતિ, નેતાઓની પોલ ખોલી
દુનિયાભરની ખ્યાતનામ હસ્તીઓ મોટાભાગે પ્રાઈવેટ વિમાનોનો ઉપયોગ કરે છે. ખુબ જ કિંમતી જેટ્સ હવામાં ઉડતા કોઈ મહેલથી જરાય કમ નથી હોતા. એક એરહોસ્ટેસે આ મહેલો પાછળ છૂપાયેલી કાળી સચ્ચાઈનો પર્દાફાશ કરતા દુનિયા હલી ગઈ છે.
લંડન: દુનિયાભરની ખ્યાતનામ હસ્તીઓ મોટાભાગે પ્રાઈવેટ વિમાનોનો ઉપયોગ કરે છે. ખુબ જ કિંમતી જેટ્સ હવામાં ઉડતા કોઈ મહેલથી જરાય કમ નથી હોતા. એક એરહોસ્ટેસે આ મહેલો પાછળ છૂપાયેલી કાળી સચ્ચાઈનો પર્દાફાશ કરતા દુનિયા હલી ગઈ છે. આ પ્રકારના 'ઉડતા મહેલો'માં કેવી રીતે શરીરના સોદા થાય છે તે આ એરહોસ્ટેસે જણાવ્યું. તેણે કહ્યું કે અનેકવાર ઈચ્છા ન હોવા છતાં ખોટા કામનો ભાગ બનવું પડે છે. સાસ્કિયા સ્વાન (Saskia Swann) નામની આ એરહોસ્ટેસે એક પુસ્તક લખ્યું છે જેમાં સાઉદી અરબના પ્રિન્સ, અમેરિકી, બ્રિટિશ અને જર્મન અબજપતિઓ અંગે ખુલીને વાત કરી છે.
ઐય્યાશીનો અડ્ડો છે આ પ્રાઈવેટ જેટ્સ
ધ સનના અહેવાલ મુજબ સાસ્કિયા સ્વાને પોતાના બે દાયકાની કરિયરને શબ્દોમાં વણીને સીક્રેટ ઓફ એ પ્રાઈવેટ ફ્લાઈટ અટેન્ડન્ટ (Secret of a Private Flight Attendant) નામ આપ્યું છે. જેમાં તેણે અનેક રહસ્યો ખોલ્યા છે. તેણે લખ્યું છે કે એકવાર તે વિમાનમાં જ્યારે પોતાના બોસની કેબિનમાં પહોંચી તો સેક્સ કરતા જોયા. તેના માટે આ નજારો કઈ નવો નહતો. કારણ કે આવું અવારનવાર થતું હતું. સાસ્કિયાની નજરમાં પ્રાઈવેટ જેટ્સ ઐય્યાશીનો અડ્ડો છે. સાસ્કિયાએ છ વર્ષ સુધી કમર્શિયલ એરલાઈનમાં કામ ક્યું હતું ત્યારબાદ તે પ્રાઈવેટ વિમાનો માટે કામ કરવા લાગી.
બ્રિટિશ પીએમ કરતા હતા પસંદ
પોતાના પુસ્તકમાં સાસ્કિયા સ્વાને જણાવ્યું છે કે બ્રિટનના એક પ્રધાનમંત્રી તેને ખુબ પસંદ કરતા હતા. જ્યારે તેઓ પ્રાઈવેટ જેટમાં રહેતા ત્યારે સાસ્કિયાને શેમ્પેઈન પિરસવાનું કહેતા હતા. સાસ્કિયાએ પહેલી નોકરી રશિયાના અબજપતિના પ્રાઈવેટ જેટમાં કરી હતી. નોકરી જોઈન કર્યા બાદ તેણે આઠ ગુપ્ત કરાર પર સહી કરવી પડી હતી. 41 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજથી તે ખુબ ખુશ હતી. પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેના બોસને તો એરહોસ્ટેસ સાથે સેક્સ કરવું પસંદ છે ત્યારે તે ગભરાઈ ગઈ.
સંબંધ બનાવવા માટે કરી મજબૂર
પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે સાસ્કિયાને ન્યૂયોર્ક પ્રવાસ દરમિયાન ચેતવણી આપવામાં આવી કે જો તેણે તેના બોસ સાથે સેક્સ ન કર્યું તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. કારણ કે આ તેના કામનો એક ભાગ હતો. થોડા સમય બાદ રશિયન બોસની નોકરી છોડીને સાસ્કિયાએ એક સાઉદી પ્રિન્સ સાથે કામ કરવાનું શરૂ કરી દીધુ. જો કે અહીં પણ તેને આ બધુ જ જોવાનું અને સાંભળવા મળ્યું. સાસ્કિયાએ એકવાર તો સાઉદી રાજકુમાર અને તેમની ગર્લફ્રેન્ડને હવામાં સેક્સ કરતા પકડી પાડ્યા હહતા. સાસ્કિયાએ જણાવ્યું કે પ્રિન્સ અને તેમની ગર્લફ્રેન્ડના કપડા પડ્યા હતા અને બંને આપત્તિજનક સ્થિતિમાં હતા. સારી વાત એ હતી કે પ્રિન્સે તેને જોઈ નહી.
આ મહિલા માટે તેના સ્તન બન્યા મોટી મુસીબત, પહેલા શાળા છોડવી પડી અને હવે આ સમસ્યા ઊભી થઈ
AIDS ની તપાસ પણ થતી હતી
સાસ્કિયાએ સાઉદી પ્રિન્સના નામનો તો ઉલ્લેખ નથી કર્યો પરંતુ તેમની હરકતોનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે જેદ્દાહમાં ફ્લાઈટ અટેન્ડેન્ટને મહેલની અંદર જ રાખવામાં આવતી હતી અને શાહી પરિવાર સાથે શારીરિક સંબંધ બનાવવા માટે તેને ખુબ પૈસા અપાતા હતા. આ દરમિયાન દર મહિને તમામ યુવતીઓની એડ્સની તપાસ પણ થતી હતી. તેણે જણાવ્યું કે નોકરીમાં આવ્યા બાદ અને મોંઘી ગિફ્ટ મળી પરંતુ જે ખોયું તેની ભરપાઈ થઈ શકે નહીં. આ નોકરી દરમિયાન સાસ્કિયાએ કેરેબિયન દેશોથી લઈને માલદીવ સુધીની સફર કરી. આ દરમિયાન પ્રતિ દિન 450 ડોલર પગાર અને 125 ડોલર રહવાનો ખર્ચો મળતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube