નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Civil aviation minister)એ બ્રિટનથી ભારત આવતી-જતી તમામ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ નવા વર્ષના દિવસે તેના સત્તાવાર ટ્વિટર પર આ વિશે માહિતી આપી છે. તેમણે માહિતી આપી હતી કે 8 જાન્યુઆરીથી બ્રિટન અને ભારત વચ્ચે ફ્લાઇટ્સ દોડાવવામાં આવશે. તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું કે 8 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી વચ્ચે બંને દેશો વચ્ચે દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે માત્ર 15 ફ્લાઇટ્સ જ પ્રવાસ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- NASAની ચેતવણી, નવા વર્ષ પર પૃથ્વીની તરફ આવી રહ્યો છે મોટો એસ્ટરોયડ


નોંધપાત્ર વાત એ છે કે, ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા સ્ટ્રેનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 7 જાન્યુઆરી 2021 સુધીમાં બ્રિટેન (Britain)ની ફ્લાઇટ્સ પર જવા પર પ્રતિબંધ લંબાવી દીધો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube