ફ્લોરિડા : ફ્લોરિડાની રાજધાનીમાં એક યોગ સ્ટુડિયોમાં એક બંદૂકધારી હુમલામાં બે લોકોના મોત તયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. બાદમાં હુમલાખોરે પોતાને પણ ગોળી મારી દીધી હતી. તાલાહાસીના પોલીસ પ્રમુખ માઈકલ ડેલિયોએ શુક્રવારે રાત્રે પત્રકારોને જણાવ્યું કે, સ્ટુડિયોમાં ગયા બાદ તે વ્યક્તિએ 6 લોકોને ગોળી મારી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેલિયોએ જણાવ્યું કે, તેના બાદ સંદિગ્ધએ ખુદને પણ ગોળી મારી દીધી હતી. હાલ બંદૂકધારી અને મૃતકોની ઓળખ સ્પષ્ટ થઈ નથી અને પીડિતોની સ્થિતિ પણ સ્પષ્ટ થઈ નથી. તેમણે જણાવ્યું કે, હુમલાખોરે એકલાએ જ આ ઘટનાને અંજામ આપ્યું હતું અને અધિકારીઓ તેની પાછળના કારણોની તપાસ કરી રહી છે. 



(ફાઈલ ફોટો) 


ઘટનાસ્થળ પર રહેલ શહેરના આયુક્ત સ્કોટ મેડોક્સે ફેસબુક પર કહ્યું કે, મારી પબ્લિક સર્વિસની કરિયરમાં મેં અનેક ખરાબ દ્રશ્યો જોયા છે, પણ આ સૌથી ખરાબ ઘટના છે. કૃપા કરીને પ્રાર્થના કરો.


આ પહેલા ગત મહિનામાં ફ્લોરિડાની જેક્સનવિલમાં 6 લોકોનું ગોળી લાગવાથી મોત થયું હતું. સમાચાર એજન્સી સિન્હુઆએ પોલીસના હવાલાથી જણાવ્યું કે, માર્યા ગયેલા તમામ લોકો વયસ્ક હતા. સ્થાનિક રિપોર્ટસ મુજબ, આ ઘટના જૈગુઆર્સ સ્ટેડિયમતી થોડે દૂર બની હતી. જ્યાં જેક્સનવિલ જૈગુઆર્સ ટીઆઈએએ બેંક ફિલ્ડમાં હોસ્ટન ટેક્સંસના વિરુદ્ધ રમી રહ્યા હતા.