Eye Infection: અમેરિકાથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ ઊંઘ્યા પછી ઉઠયો તો એક આંખની દ્રષ્ટિ ગુમાવી ચૂક્યો હતો. તેની પાછળનું કારણ કોન્ટેક્ટ લેન્સ હોવાનું માનવામાં આવે છે. હવે તમે વિચારતા હશો કે શું આંખોના લેન્સ જે સારી રીતે જોવામાં મદદ કરે છે તે જોવાની ક્ષમતા પણ છીનવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ મિરર યુકેમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર, માઈક ફ્લોરિડાના રહેવાસી છે અને એક દિવસ જ્યારે તે જાગ્યો ત્યારે તેને તેની એક આંખમાં ઈન્ફેક્શન તેને દેખાયું. વાસ્તવમાં માઇક જોબ દરમિયાન સારી નિદ્રા લેવા માંગતો હતો અને જ્યારે તે જાગ્યો ત્યારે તેને એક આંખમાં ચેપ હોવાનું મહેસૂસ થયું હતું.


આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: તમે કાચી ડુંગળી ખાવ છો કે શેકેલી? આ રીતે ખાશો તો જોવા મળશે ચમત્કારિક ફાયદો
આ પણ વાંચો: Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી


જ્યારે માઈકે સાંભળ્યું કે તેણે એક આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી છે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માઈક કહે છે કે તેને ઘણીવાર આંખમાં ઈન્ફેક્શન લાગતું હતું. લેન્સ લગાવવાથી આવું થતું હતું પરંતુ તે તેની અવગણના કરતો હતો. માઈકની આ ભૂલે તેને એક આંખની દ્રષ્ટી ગુમાવી દીધી છે.


ડેઈલી સ્ટાર અનુસાર, માઈકની આંખોમાં બેક્ટેરિયા પેદા થયા હતા. જેને  acanthamoeba keratitis તરીકે ઓળખાય છે. તે આંખની પેશીઓને નષ્ટ કરે છે અને તેના કારણે એક દિવસ માઈકને તેની એક આંખની દૃષ્ટિ ગુમાવવી પડી હતી. માઈકે જણાવ્યું કે ઈન્ફેક્શન વધવા દરમિયાન તેમને લાગ્યું કે આંખોમાં લેન્સ તરવા લાગ્યો છે.


આ પણ વાંચો: નણંદ ભાભીને થયો પ્રેમ: અડધી ઉંમરની નણંદને લઈને ભાગી ભાભી, વાળ કપાવી છોકરો બની ગઈ
આ પણ વાંચો: શ્રમ મંત્રાલયમાં નોકરી મેળવવા માગો છો તમારા માટે ગોલ્ડન તક, આ લોકો કરી શકે છે અરજી
આ પણ વાંચો: સ્ટેટસ અને રૂપિયા માટે CEO ના દીકરા સાથે મેં કર્યા લગ્ન, કારકિર્દી માટે પ્રેમની બલિ


માઈક કહે છે કે એક આંખથી જોવું ખૂબ જ વિચિત્ર છે. ઈજા દરમિયાન માઈકને પણ ખૂબ જ દુખાવો થતો હતો અને ક્યારેક તે બૂમો પાડતો હતો અને તેના કારણે પરેશાન થઈ જતો હતો. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન કહે છે કે કોન્ટેક્ટ લેન્સથી આ પ્રકારનું નુકસાન ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થાય છે.


લેન્સ સાથે સૂવાના ગેરફાયદા
ડોકટરનું કહેવું છે કે આંખોમાં હાજર કોર્નિયાને ઓક્સિજનની જરૂર હોય છે અને લેન્સ પહેરી રાખીને સૂવાથી કોર્નિયાને યોગ્ય રીતે ઓક્સિજન મળતો નથી અને તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે.


કોન્ટેક્ટ લેન્સ સાથે સૂવાને કારણે આંખોમાં અલ્સર પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ લેન્સ પહેરીને સૂવું નહીં. રાત્રે અથવા થોડા સમય માટે લેન્સ લગાવીને સૂવાથી પણ આંખો બગડી શકે છે. ધીમે ધીમે રોશની ઓછી થવા લાગે છે.


આ પણ વાંચો: પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો:  LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube