જાપાનની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)એ હાઉસ ઓફ કાઉન્સિલરની ચૂંટણીમાં જીત મેળવી. અત્રે જણાવવાનું કે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે હાઉસ ઓફ કાઉન્સિલર ચૂંટણી માટે એલડીપી માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાપાનની ક્યોદો સમાચાર એજન્સી મુજબ પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાની પાર્ટી એલડીપીએ 248 સભ્યવાળા ઉપલા ગૃહમાં બહુમત જાળવી રાખતા 75થી વધુ સીટો પર જીત મેળવી. એલડીપી અને ગઠબંધનની સહયોગી કોમિટોએ મળીને જરૂરી 166થી વધુ સીટો પર જીત હાંસલ કરી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે એલડીપી-કોમિટો ગઠબંધને જરૂરી 166 સીટનો આંકડો સ્પર્શી લીધો છે. 2013 બાદથી એલડીપીનું આ સૌથી સારું પ્રદર્શન છે. જ્યારે જાપાનની પ્રમુખ વિપક્ષી સંવૈધાનિક ડેમોક્રેટિક પાર્ટીની પાસે 23 બેઠક હતી તેઓ હવે 20થી પણ નીચે પહોંચી ગઈ છે. 


પૂર્વ પ્રધાનમંત્રીની હત્યાનો ઉલ્લેખ કરતા જાપાનના પ્રધાનમંત્રી કિશિદાએ કહ્યું કે ચૂંટણી લોકતંત્રનો પાયો છે. હું લોકતંત્રની રક્ષા માટે કડક મહેનત કરવાનું ચાલુ રાખીશ. અત્રે જણાવવાનું કે 67 વર્ષના શિંજો આબે જાપાનના સૌથી વધુ સમય સુધી પીએમ પદે રહેલા પ્રધાનમંત્રી હતા. શુક્રવારે 41 વર્ષના એક વ્યક્તિએ તેમની ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેતા સમગ્ર વિશ્વ સ્તબંધ થઈ ગયું હતું. આરોપી પોલીસની પકડમાં આવી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube