ટ્રમ્પની યુદ્ધ શક્તિઓને સીમિત કરવા માટે અમેરિકાની સંસદમાં થશે મતદાન
આ પ્રસ્તાવને ડેમોક્રેટિક સાંસદોના બહુમત વાળી પ્રતિનિધિ સભાથી મંજૂરી મળવાની પૂર્ણ આશા છે. પરંતુ રિપબ્લિકનના બહુમત વાળી સેનેટથી તેને પાસ થવાની સંભાવનાઓ નહીવત્ છે.
વોશિંગટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ સંબંધી શક્તિઓમાં કાપ મુકવા માટે અમેરિકાની સંસદનું નિચલુ ગૃહ આ સપ્તાહે એક પ્રસ્તાવ પર મતદાન કરશે. અમેરિકાના હુમલામાં ઈરાની જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાનની સાથે વધેલા તણાવને ધ્યાનમાં રાખીને પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીએ આ જાહેરાત કરી છે.
ડેમોક્રેટ નેતા પેલોસીએ રવિવારે કહ્યું, આ પ્રસ્તાવ ઉપલા ગ્રુહ સેનેટમાં સેનેટર ટિમ કેન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને સમાન હશે. પ્રતિનિધિ સભાના ડેમેક્રેટ સભ્યોને લખેલા પત્રમાં પેલોસીએ કહ્યું, સંસદ સભ્ય તરીકે આપણી પ્રથમ જવાબદારી છે કે અમેરિકાના લોકોને સુરક્ષિત રાખ્યા છે. આ કારણ છે કે આપણે ચિંતામાં છીએ કે ટ્રમ્પ સરકારે સંસદ સાથે ચર્ચા વિચારણા કર્યા વગર આ કાર્યવાહી કેમ કરી દીધી.
એટલું જ નહીં, આ કરતા સમયે ટ્રમ્પ સરકારે બંધારણ દ્વારા આ સંબંધમાં સંસદને પ્રાપ્ત શક્તિઓનું પણ સન્માન કર્યું નથી. આ પ્રસ્તાવને ડેમોક્રેટિક સાંસદોના બહુમત વાળી પ્રતિનિધિ સભાથી મંજૂરી મળવાની પૂર્ણ આશા છે. પરંતુ રિપબ્લિકનના બહુમત વાળી સેનેટથી તેને પાસ થવાની સંભાવનાઓ નહીવત્ છે. સેનેટના ઘણા નેતાઓએ ઈરાન પર રાષ્ટ્રપતિની કાર્યવાહીનું સમર્થન કર્યું છે.
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ છેડાયું તો પાકિસ્તાન કોનો સાથ આપશે? સેનાએ આપ્યો જવાબ
પોમ્પિયોએ કર્યો હુમલાનો બચાવ
અમેરિકાના વિદેશ પ્રધાન પોમ્પિયોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીને મારવાના આદેશનો બચાવ કર્યો છે. ઘણી ટીવી ચેનલોને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે ચૂંટણી વર્ષ દરમિયાન હુમલાને લઈને કરવામાં આવેલા સવાલને ટાળતા કહ્યું, 'ખતરો લાંબા ગાળાનો અને વ્યાપક હતો. ડેમોક્રેકિટ સાંસદોએ સવાલ કર્યો હતો કે જ્યારે ઈરાની કમાન્ડર લાંબા સમયથી અમેરિકા માટે ખતરો હતો તો આખરે આ સમયે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર કેમ પડી.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube