આતંકી કોઈપણ ભાષામાં આતંકી હોય છે, આતંકવાદના બચાવ પર વરસ્યા એસ જયશંકર
વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું- આતંકવાદ જેવી કોઈ વસ્તુનો એટલા માટે બચાવ ન કરી શકાય કારણ કે તે એક અલગ ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છે કે એક અલગ સ્પષ્ટીકરણ આપી રહ્યાં છે.
નવી દિલ્હીઃ નાપાક પાકિસ્તાન અને ચાલબાજ ચીન... ક્યારે સુધરશે તે ખબર નહીં.. પરંતુ ભારત હવે તેમને જડબાતોડ જવાબ આપવામાં પીછેહટ નથી કરતું... વાત આતંકવાદની હોય કે પછી વિસ્તારવાદની, ચીન અને પાકિસ્તાનને ભારત વળતો જવાબ આપે છે.. આ વખતે વિદેશી ધરતીથી વિદેશમંત્રીએ બંને દેશોની એવી શાબ્દિક ધોલાઈ કરી કે ચીન-પાકિસ્તાન હવે એકબીજાનું મોંહ તાકી રહ્યા છે... ત્યારે એવું તો શું બોલ્યા એસ જયશંકર, જોઈએ આ રિપોર્ટમાં..
આતંકવાદને શરણ આપતો દેશ એટલે કે પાકિસ્તાન... આ વાત જગજાહેર છે... તેમ છતા પાકિસ્તાન છે કે સુધરવાનું નામ નથી લેતું... ત્યારે ભારતે વિદેશી ધરતી પરથી પાકિસ્તાનને અરીસો દેખાડ્યો છે... સિંગાપોરના પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરે પાકિસ્તાન અને ચીન બંનેને આડેહાથ લીધા... પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું કે, ભારતનું દુર્ભાગ્ય છે કે તેની પાસે પાકિસ્તાન જેવો પાડોશી છે.. એવો પાડોશીથી કઈ રીતે વ્યવહાર કરીએ જે આ તથ્યને નથી છુપાવતો કે તે આતંકવાદને શાસનના સાધન તરીકે ઉપયોગ કરે છે. જોકે એસ જયશંકરે પાકિસ્તાનને ચેતવણીના સ્વરે કહ્યું કે, ભારત હવે આતંકવાદના મુદ્દાને નજર અંદાજ કરવાના પક્ષમાં સહેજ પણ નથી અને વાતચીત કરવાના પક્ષમાં પણ નથી..
પાકિસ્તાનને આડેહાથ લેતા લેતા જયશંકરે ચાલબાજ ચીનને પણ સીધો સંદેશ આપ્યો.. અરૂણાચલ મુદ્દે પૂછાયેલા સવાલમાં તેમણે અરૂણઆચલ પર ચીનના દાવાને હાસ્યાસ્પદ ગણાવ્યું... તેમણે કહ્યું કે, ચીન પહેલા પણ દાવો કરતું આવ્યું છે, પરંતુ આ દાવો એકદમ હાસ્યાસ્પદ છે.. મહત્વનું છે કે, તાજેતરમાં ચીને અરૂણાચલ પ્રદેશ મુદ્દે નિવેદન આપ્યું હતું કે, અરૂણાચલ ચીનના જાંગન ક્ષેત્રનો એક ભાગ છે.. ચીનના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે, બિજિંગ ભારત તરફથી ગેરકાયદેસર રીતે સ્થાપિત કથિત અરૂણાચલ પ્રદેશને ક્યારેય સ્વીકાર નહીં કરે. જોકે ભારતે પલટવાર કરતા ચીનના તમામ દાવાઓને હાસ્યાસ્પદ ગણાવ્યા છે.. આ દરમિયાન એસ જયશંકરે 2020માં સરહદ પર તણાવ ઉભો કરવા મુદ્દે પણ ચીનની આલોચના કરી...
ભારત વૈશ્વિક સ્તરે દિવસે ને દિવસે પોતાની ધાક વધારી રહ્યું છે.. ખાસ કરીને પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન સાથે ઘર્ષણની સ્થિતિ અને વિવાદો થતા રહે છે.. પરંતુ નવું ભારત કોઈ પણ સમસ્યાને હવે હળવામાં નથી લેતું... ભારત દરેક સમસ્યાનો સામનો કરવા સજ્જ છે અને કોઈ પણ સ્તરે જવાબ આપવા પણ સક્ષમ છે.. જે પાકિસ્તાન અને ચીન હવે સારી રીતે સમજે પણ છે. ભારત આંતરીક મુદ્દો હોય કે પછી આંતરરાષ્ટ્રીય, અમેરિકાથી લઈને ચીન સુધી તમામને સીધા અને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપે છે.