બેઇજિંગઃ બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) દેશોના વિદેશ મંત્રીઓની બેઠક ગુરૂવારે યોજાશે. આગામી મહિનાના અંતમાં યોજાનાર બ્રિક્સ સંમેલન પહેલા પાંચ દેશોના વિદેશ મંત્રી વીડિયો લિંક દ્વારા મળશે. ચીની વિદેશ મંત્રાલયે બુધવારે આ માહિતી આપી છે. ચીન તરફથી આયોજીત થનાર પાંચ મંત્રીઓની બેઠક, યુક્રેન પર રશિયાના આક્રમક અને કોવિડ-19 મહામારીના વૈશ્વિક પ્રભાવને લઈને ચર્ચા થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું પ્રથમવાર હશે જ્યારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર પોતાના ચીની સમકક્ષ વાંગ યી, રશિયાના સર્ગેઈ લાવરોવ, બ્રાઝિલના કાર્લોસ અલ્બર્ટો ફ્રાંકા અને દક્ષિણ આફ્રિકાના નલેદી પંડોર એક મંચ પર મળશે. રશિયાએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી યુક્રેન વિરુદ્ધ જંગ શરૂ કરી હતી. 


રશિયા અને યુક્રેન વચ્ચે જંગને ચીને અમેરિકા અને ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન નાટોની આક્રમક વિસ્તાર યોજનાને જવાબદાર ઠેરવી છે. તેવામાં કાલે યોજાનારી વિદેશ મંત્રીઓની બેઠકમાં રશિયા અને યુક્રેનના મુદ્દે સંવેદનશીલ ચર્ચા થઈ શકે છે. બીજી તરફ ભારત અને ચીન પણ છેલ્લા બે વર્ષથી પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદને લઈને તણાવની સ્થિતિમાં છે. તેથી સંભાવના છે કે ભારત આ મુદ્દે પોતાની વાત રાખશે. 


આ પણ વાંચોઃ USA: ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થીનું પહેલા ગળું દબાવ્યું અને પછી જે થયું..., Video વાયરલ


ગુરૂવારે બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકની જાહેરાત કરતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યુ કે, અન્ય ઉભરતી બજાર દેશોના વિદેશ મંત્રીઓની સાથે બ્રિક્સ-પ્લસ વાર્તા પણ આયોજીત કરવામાં આવશે. પરંતુ વાંગે બ્રિક્સ પ્લસ સંવાદમાં સામેલ થનારા દેશોના નામ જાહેર કર્યા નહીં, પરંતુ આર્જેન્ટીનાએ પાછલા સપ્તાહે જાહેરાત કરી હતી કે તેને બંને બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube