સમગ્ર વિશ્વ સમક્ષ બેનકાબ થયું ચીન, વિદેશી પત્રકારોએ ગણાવી ખતરનાક જગ્યા
ચીને આ મુદ્દે વિદેશી મીડિયા પર ચોંકાવનારા આરોપો લગાવ્યા છે, ચીનનો ચહેરો ફરી એકવાર વિશ્વ સમક્ષ ખુલ્લી પડી છે
બીજિંગ : ચીનમાં વિદેશી પત્રકારને કસ્ટડીમાં લેવા, વીઝામાં મોડુ અને શંકાસ્પદ ફોન ટેપિંગ જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે. આવા પત્રકારોનું કહેવું છે કે અહીં કામ કરવાનું વાતાવરણ ખુબ જ ખરાબ થઇ રહ્યું છે અને અનેક પત્રકારો પર નજર રાખવા અને પ્રતાડિત કરવાની ફરિયાદ કરી ચુક્યા છે. ચીનમાં વિદેશી પત્રકારોના ક્લબ (એફસીસીસી)ની તરફથી અપાયેલા નિવેદનમાં કેહવામાં આવ્યું કે, 109 પત્રકારોની વચ્ચે કરાવાયેલ સર્વે હાલમાં જ ચીનમાં પત્રકારિતાની સૌથી અંધકારમય તસ્વીરો દર્શાવે છે.
CRPF અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ: 2 લાખનાં ઇનામી કમાન્ડર સહીત 5 ઠાર
એફસીસીસીના રિપોર્ટ અનુસાર આ પત્રકારો માટે ચિંતાનો સૌથી મોટો વિષય ધ્યાન રાખવામાં આવનાર છે. તેમાંથી આશરે અડધા પત્રકારોએ કહ્યું કે, 2018માં તેમનો પીછો કરવામાં આવ્યો જ્યારે 91 ટકા પત્રકારોએ પોતાનાં ફોનની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી. 14 વિદેશી પત્રકારોએ કહ્યું કે, તેમને શિનજિયાંગના દુરવર્તી વિસ્તારમાં જાહેર સ્થળો પર જતા અટકાવવામાં આવ્યા.
ડિમોલેશન દરમિયાન નીરવ મોદીના બંગ્લામાંથી મળી આવ્યો ખજાનો, કામગીરી અટકાવાઇ
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉલ્લેખીત નિષ્ણાંતોનાં એક સમુહન અનુસાર ઉઇગર સમુદાય અને અન્ય મુસ્લિમ લઘુમતી સમુહના લાખો લોકોને ખોટી રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. ચીને આ મુદ્દે વિદેસી મીડિયા પર ચોંકાવનારા આરોપો લગાવ્યા છે, પરંતુ 2018માં શિનજિયાંગની મુલાકાત કરનારા 23 પત્રકારોએ કહ્યું કે, તેમના કામકાજમાં અનેક પ્રકારે દખલ આપવામાં આવી. જેમાં તસ્વીર અને ડેટા ઇરેસ કરવા, ઇન્ટરવ્યુમાં બાધા પહોંચાડવા અને ત્યા સુધી કસ્ટડીમાં લઇ જવાની ઘટના પણ સમાવેશ થાય છે. સમાચાર પત્ર ગ્લોબલ એન્ડ મેલમાં પત્રકાર નાથન વેંડરક્લિપે કહ્યું કે, આશરે 9 કાર અને 20 લોકોએ 1600 કિલોમીટર સુધી મારો પીછો કર્યો.