UK PM Race: હવે બ્રિટિશ પીએમની રેસમાં માત્ર બે નામ, પાંચમાં રાઉન્ડમાં પણ ટોપ પર રહ્યાં ઋષિ સુનક
British PM Race: 137 મતની સાથે પાંચમાં રાઉન્ડમાં પણ ભારતીય મૂળના ઋષિ સુનક ટોપ પર રહ્યાં છે. તેમનો મુકાબલો લિઝ ટ્રસ સાથે થશે.
લંડનઃ બ્રિટિશ પ્રધાનમંત્રીની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક પાંચમાં રાઉન્ડમાં ટોપ પર રહ્યાં છે. તેમને 137 મત મળ્યા છે. પાંચમાં રાઉન્ડના વોટિંગની સાથે કારોબાર મંત્રી પેની મોર્ડોટ પીએમની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમને 105 મત મળ્યા છે. હવે સુનકનો મુકાબલો વિદેશ મંત્રી લિઝ ટ્રસ સામે થશે. તેને પાંચમાં રાઉન્ડમાં 113 મત મળ્યા છે.
ઋષિ સુનકને તમામ પાંચ રાઉન્ડમાં સૌથી વધુ મત મળ્યા છે. તેમને ચોથા રાઉન્ડના વોટિંગમાં 118 મત મળ્યા હતા. તો સોમવારે ત્રીજા રાઉન્ડના વોટિંગમાં 115 મત મળ્યા હતા. બીજા રાઉન્ડના વોટિંગમાં 101 અને પ્રથમ રાઉન્ડમાં 88 મત મળ્યા હતા.
તો લિઝ ટ્રસને ચોથા રાઉન્ડમાં 86, ત્રીજામાં 71, બીજામાં 64 અને પ્રથમ રાઉન્ડમાં 50 મત મળ્યા હતા. પેની મોર્ડોટને ચોથા રાઉન્ડમાં 92, ત્રીજામાં 82, બીજામાં 83 અને પ્રથમ રાઉન્ડમાં 67 મત મળ્યા હતા.
Hasta la vista, baby... અને નવા પ્રધાનમંત્રી માટે બ્રિટિશ સંસદની ખુરશી છોડી જતા રહ્યાં બોરિસ જોનસન
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા સર્વોચ્ચ મંત્રીઓએ પ્રધાનમંત્રી બોરિસ જોનસનથી નારાજગી વ્યક્ત કરતા કેબિનેટમાંથી રાજીનામુ આપ્યું હતું. તેમાં સુનક પણ સામેલ હતા. ત્યારબાદ બોરિસ જોનસને પ્રધાનમંત્રીનું પદ છોડ્વુ પડ્યું હતું. આગામી પ્રધાનમંત્રીની પસંદગી સુધી જોનસન પદ પર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube