ઇસ્લામાબાદઃ પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસ ગુલઝાર અહમદને કાર્યકારી પ્રધાનમંત્રી નોમિનેટ કર્યા છે. ફવાદ ચૌધરીએ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. ગુલઝાર અહમદ વર્ષ 2019માં પાકિસ્તાનના ચીફ જસ્ટિસ બન્યા હતા. ફવાદ ચૌધરીએ ટ્વીટ કરી કહ્યુ- 'રાષ્ટ્રપતિના પત્રના જવાબમાં તહરીક-એ-ઈન્સાફ કોર કમિટીએ ચર્ચા અને મંજૂરી બાદ પ્રધાનમંત્રી ઇમરાન ખાને ચીફ જસ્ટિસ ગુલઝાર અહમદને કાર્યકારી પ્રધાનમંત્રી માટે નોમિનેટ કર્યા છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં આજે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને સંસદમાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફને પત્ર લખ્યો અને આર્ટિકલ 224-A(1) હેઠળ કાર્યકારી પ્રધાનમંત્રીના નામનો પ્રસ્તાવ આપવા માટે કહ્યુ હતું. રાષ્ટ્રપતિએ પોતાના પત્રમાં કહ્યુ કે, કેરટેકર પ્રધાનમંત્રીની નિમણૂક સુધી ઇમરાન ખાન પીએમની જવાબદારી સંભાળતા રહેશે. 


આ પણ વાંચોઃ શું ખરેખર લોહીથી સ્નાન કરે છે રાષ્ટ્રપતિ પુતિન? રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો  


ગુલઝાર અહમદ પહેલા ઇમરાન ખાને કાર્યકારી પ્રધાનમંત્રી માટે બે નામ રાષ્ટ્રપતિને મોકલ્યા હતા. તેમાં નિવૃત્ત જસ્ટિસ અજમત સઈદ અને નિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ હારૂન અસમલનું નામ હતુ. જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ના નેતા શાહબાઝ શરીફે રાષ્ટ્રપતિનું નામ આપવાનો ઇનકાર કરી દીધો હતો. 


જસ્ટિસ ગુલઝાર અહમ પાકિસ્તાનના 27માં ચીફ જસ્ટિસ રહ્યા છે. તેણણે 21 ડિસેમ્બર 2019ના પાકિસ્તાનના ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ગુલઝાર અહમદ ફેબ્રુઆરી 2022 સુધી પાકિસ્તાનના ચીફ જસ્ટિસ રહ્યા હતા. તેમનો જન્મ 2 ફેબ્રુઆરી, 1957માં કરાચીમાં થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube