Shinzo Abe: હુમલામાં ઘાયલ થયેલા જાપાનના પૂર્વ PM શિંજો આબેનું સારવાર દરમિયાન નિધન
જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે જિંદગી અને મોત વચ્ચેની જંગ હારી ગયા. પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર નારા શહેરમાં એક રેલી દરમિયાન હુમલો થયો હતો. સારવાર દરમિયાન શિંજો આબેને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરાઈ. પરંતુ ડોક્ટરોને સફળતા મળી નહીં અને તેમનું નિધન થયું.
જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે જિંદગી અને મોત વચ્ચેની જંગ હારી ગયા. પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર નારા શહેરમાં એક રેલી દરમિયાન હુમલો થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા શિંજો આબેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં ગોળી વાગ્યા બાદ તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો. આ સાથે ખુબ લોહી પણ વહી ગયું. શિંજો આબેને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરાઈ. પરંતુ ડોક્ટરોને સફળતા મળી નહીં અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું. આબે પર હુમલો કરનારાને પોલીસે પકડી લીધો છે. તેને હુમલા બાદ તરત ઘટનાસ્થળેથી પકડી લેવાયો.
જીવ લેવાના હેતુથી આવ્યો હતો હુમલાખોર
41 વર્ષના તેત્સુયા યામાગામીએ શિંજો આબે પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાસ્થળેથી પોલીસને એક હેન્ડમેડ ગન પણ મળી આવી હતી. આ હુમલા અંગે હુમલાખોરનું નિવેદન પણ સામે આવ્યું છે. જાપાની પોલીસના જણાવ્યાં મુજબ હુમલાખોરે જણાવ્યું કે તે શિંજો આબેનો જીવ લેવા માંગતો હતો કા રણ કે તે અનેક વાતોને લઈને શિંજોથી સંતુષ્ટ નહતો. જાપાનમાં આ ઘટના ઘટી ત્યારે પૂર્વ પીએમ શિંજો આબે નારા શહેરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. અત્રે જણાવવાનું કે રવિવારે ઉચ્ચ સદનની ચૂંટણી થવાની છે.
Shinzo Abe: અચાનક ગોળી વાગતા ઢળી પડ્યા પૂર્વ PM શિંજો આબે, છાતીને આરપાર જતી રહી ગોળી, જુઓ Video
'બે મહાસાગરનો સંગમ' કરાવનારા જાપાનના પૂર્વ PM શિંજો આબેને મળ્યો છે પદ્મ વિભૂષણ, ભારત સાથે ગાઢ સંબંધ
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube