લાહોર : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની કીડનીની બિમારીનાં કારણે જેલમાં હાલત બગડી ગઇ. એક દિવ પહેલા તેના પરિવારે તેમની સાથે મુલાકાત કરી હતી. તેમના સ્વાસ્થય પર ચિંતા વ્યક્ત કરી હતી. ધ એક્સપ્રેસ ટ્રીબ્યુન અખબારમાં રવિવારે પ્રકાશિત એક સમાચાર અનુસાર, પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન) સુપ્રીમોની પુત્રી મરિયમ નવાઝે દેશનાં ગૃહમંત્રાલય પાસે અનુમતી મળ્યાથી અહીં કોટ લખપત જેલમાં શરીફના ખાનગી ડોક્ટર્સ આદન ખાન સાથે તેમની મુલાકાત કરી હતી. ત્યાર બાદ મરિયમે શનિવારે તેમની થળી રહેલી બિમારી અંગે ટ્વીટ કર્યું. 
ઝારખંડમાં મહાગઠબંધનની ફોર્મ્યુલા જાહેર, કોંગ્રેસને ફાળે 7 સીટો આવી

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમની કિડનીની બિમારી પહેલા જ ત્રીજા સ્ટેજમાં છે. કમરમાં દર્દ થઇ રહ્યું છે. અખબારમાં કહેવામાં આવ્યું છે કે મરિયમે તેમ પણ કહ્યું કે, મુખ્યસચિવને પત્ર લખીને તેમને નવાઝની બિમારીની માહિતી મેળવવા અને તેના ચિકિત્સકની હાજરીમાં સારવાર કરવા માટે સારવારને જેલમાં મોકલવાની અનુભવ કરવામાં આવી છે. 

બંન્નેએ આશરે 2 કલાક સુધી મુલાકાત યોજી હતી જેમાં શરીફે જણા્યું કે, તેમનું લોહીનું પરિક્ષણ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા છે. તેમણે પોતાની કિડનીની બિમારી અંગે જણાવ્યું. બીજી તરફ જેલની બહાર એકત્રીત થયેલા પીએમએલ-એન કાર્યકર્તાઓએ મરિયમના પહોંચવા અંગે પાર્ટીના નારા લગાવ્યા અને જેલની ઇમારતની બહાર લગાવેલા બેરિકેડ હટાવવાનાં શરૂ કરી દીધા, ત્યાર બાદ મરિયમની અપીલ બાદ તેઓ પાછા હટી ગયા હતા.